વર્લ્ડકપમાં ઉપરાછાપરી હાર બાદ શ્રીલંકાનું આખેઆખુ ક્રિકેટ બોર્ડ બર્ખાસ્ત, હવે આ દિગ્ગજને સોંપાઇ જવાબદારી
ટીમ ઈન્ડિયાની 302 રનની કારમી હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું
![વર્લ્ડકપમાં ઉપરાછાપરી હાર બાદ શ્રીલંકાનું આખેઆખુ ક્રિકેટ બોર્ડ બર્ખાસ્ત, હવે આ દિગ્ગજને સોંપાઇ જવાબદારી Sri Lanka Cricket News: sri lanka sports ministry sacks sri lanka cricket board after world cup 2023 bad performance વર્લ્ડકપમાં ઉપરાછાપરી હાર બાદ શ્રીલંકાનું આખેઆખુ ક્રિકેટ બોર્ડ બર્ખાસ્ત, હવે આ દિગ્ગજને સોંપાઇ જવાબદારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/97a40cab0d94e7e002071bc461bdde2f169934019766277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Arjuna Ranatunga: ભારતમાં ચાલી રહેલો આઇસીસી વનડે વર્લ્ડકપ શ્રીલંકન ટીમ માટે એકદમ ખરાબ સપના સમાન રહ્યો છે. વર્લ્ડકપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ નિશાને ચઢ્યો છે, હવે બોર્ડ પર મોટી કાર્યવાહી પણ થઇ છે. હાર બાદ આખા શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બર્ખાસ્ત કરી દેવામાં આવ્યુ છે. શ્રીલંકાના રમત મંત્રાલયે સોમવારે (6 નવેમ્બર) આ કાર્યવાહી કરી હતી. આ સાથે રમત મંત્રાલયે શ્રીલંકામાં ક્રિકેટના સરળ સંચાલન માટે વચગાળાની ક્રિકેટ સમિતિની પણ રચના કરી હતી. આની જવાબદારી શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગાને સોંપવામાં આવી હતી.
ટીમ ઈન્ડિયાની 302 રનની કારમી હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. શ્રીલંકાના ક્રિકેટ ચાહકો બોર્ડના કેમ્પસની બહાર શમ્મી સિલ્વાના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્રને હટાવવાની માંગ કરી રહ્યા હતા. વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકન ક્રિકેટ પર ભ્રષ્ટાચારથી લઈને મેચ ફિક્સિંગ સુધીના ઘણાબધા જૂના આરોપો પણ ચર્ચાઈ રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને રમતગમત મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
રમત મંત્રાલયે કરી લાલ આંખ
રમત મંત્રી રણસિંઘેએ મીડિયા સંસ્થાઓને જાહેર કરેલા પત્રમાં લખ્યું છે કે, 'શ્રીલંકન ક્રિકેટ હાલમાં ખેલાડીઓની અનુશાસનની સમસ્યાઓ, મેનેજમેન્ટ ભ્રષ્ટાચાર, નાણાકીય અનિયમિતતાઓ અને મેચ ફિક્સિંગના આરોપોથી ઘેરાયેલું છે. હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે વચગાળાના પગલાં માત્ર સુશાસનના સિદ્ધાંતો સ્થાપિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ રણસિંઘે બોર્ડમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી, પરંતુ ICCએ તેને રાજકીય હસ્તક્ષેપ ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં ખેલ મંત્રીએ દબાણમાં આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. જોકે, તાજેતરના કેસમાં હજુ સુધી ICC તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
શ્રીલંકાને મળી છે 8 માંથી માત્ર 2 જીત -
વર્લ્ડકપ 2023માં શ્રીલંકાની હાલત ખૂબ જ ખરાબ છે. તે આઠમાંથી છ મેચ હાર્યા બાદ સેમિ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. તેને સાઉથ આફ્રિકાએ 102 રને, પાકિસ્તાનને 6 વિકેટે, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે, અફઘાનિસ્તાનને 7 વિકેટે, ભારતને 302 રનથી અને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)