શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં બેટ લઇને ઘરની બહાર નીકળ્યો સ્ટીવ સ્મિથ, યુવા ખેલાડીઓને આપી બેટિંગની બે ટિપ્સ- VIDEO
દુનિયાના નંબર વન ટેસ્ટ બેટ્સમેન સ્મિથે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં યુવા બેટ્સમેનોને બે ખાસ ટિપ્સ આપી છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટરો ક્રિકેટના મેદાનથી દુર છે, પણ ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ બેટ લઇને મેદાનમાં ઉતર્યો છે. સ્ટીવ સ્મિથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘરમાં જ ક્રિકેટના એક નાના મેદાન પર બેટિંગ કરતો દેખાઇ રહ્યો છે, ખરેખરમાં આ વીડિયો દ્વારા સ્મિથે યુવા ખેલાડીઓને બેટિંગ ટિપ્સ આપી છે.
દુનિયાના નંબર વન ટેસ્ટ બેટ્સમેન સ્મિથે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં યુવા બેટ્સમેનોને બે ખાસ ટિપ્સ આપી છે.
સ્મિથે લખ્યું- કેટલાક લોકો મારી પાસે બેટિંગ ટિપ્સ શેર કરવાનુ કહી રહ્યાં હતા, આ વીડિયો તેના પર છે, જેમાં પહેલો વિશ્વસનીય સ્વિંગ (બેટ ચલાવવાની રીત) કહુ છુ, બીજી હું થોડાક દિવસ બાદ શેર કરીશ, મને કહો તમે બીજુ શું જોવા માંગો છો.
30 વર્ષીય આ બેટ્સમેને બે રીતે બેટ ચલાવાનુ જણાવ્યુ છે, જેમાં પહેલા બેટને પકડતા ઉપરના હાથનો ઉપયોગ, જે બૉલને ડ્રાઇવ કરવામાં મદદ કરે છે, બીજી રીત નીચેના હાથનો ઉપયોગ કરવો જેનાથી તમે બૉલને હવામાં મારી શકો છો.
સાથે આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને પગની કેટલીક મૂવમેન્ટ પર પણ વાત કહી છે. ખાસ વાત છે કે સ્ટીવ સ્મિથ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, થોડાક દિવસો પહેલા સ્મિથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાના હેન્ડ આઇ કૉર્ડિનેશન પર કામ કરી રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion