Virat Kohli 100 સદીનો આંકડો પાર કરી શકશે ? સુનીલ ગાવસ્કરે આપ્યો જવાબ
વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. તે મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટને 110 બોલમાં અણનમ 166 રન બનાવ્યા હતા.
![Virat Kohli 100 સદીનો આંકડો પાર કરી શકશે ? સુનીલ ગાવસ્કરે આપ્યો જવાબ sunil gavaskar reacts to virat kohli breaking sachin tendulkar record of 100 centuries here read the complete news Virat Kohli 100 સદીનો આંકડો પાર કરી શકશે ? સુનીલ ગાવસ્કરે આપ્યો જવાબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/16/3b50d2f6ed5fb77f1ad13c43197432451673878353220428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sunil Gavaskar On Virat Kohli: વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. તે મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટને 110 બોલમાં અણનમ 166 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ 46મી સદી હતી. જ્યારે આ આંતરરાષ્ટ્રીય કરિયરની 74મી સદી હતી, પરંતુ શું વિરાટ કોહલી મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના 100 સદીના રેકોર્ડને તોડી શકશે? માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલીએ 26 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવી પડશે. જો કે આ સવાલનો જવાબ ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે આપ્યો છે.
શું વિરાટ કોહલી 100 સદી ફટકારી શકશે ?
શ્રીલંકા સામે સદી ફટકાર્યા બાદ સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે જો વિરાટ કોહલી 40 વર્ષની ઉંમર સુધી રમશે તો તે સરળતાથી 100 સદી ફટકારી લેશે. લિટલ માસ્ટરે કહ્યું કે જો વિરાટ કોહલી આગામી 5-6 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમશે તો તે તે સ્થાને પહોંચી જશે, તેમાં કોઇ શંકા નથી. તેણે કહ્યું કે વિરાટ કોહલી દર વર્ષે સરેરાશ 6-6 સદી ફટકારી રહ્યો છે. જો તે આ સરેરાશથી તેની સદીના આંકડામાં વધારો કરવાનું ચાલુ રાખશે તો આગામી 5-6 વર્ષમાં તે ચોક્કસપણે 26 સદી ફટકારી લેશે. માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલીએ 26 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવી પડશે. વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કોહલીએ સચિનના રેકોર્ડને તોડવા માટે 26 સદી ફટકારવી પડશે.
'વિરાટ કોહલી ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે'
સુનીલ ગાવસ્કરે કહ્યું કે સચિન તેંડુલકરે 40 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું, જો વિરાટ કોહલી આ ઉંમર સુધી રમશે તો તે ચોક્કસપણે 100 સદી ફટકારશે. આ સાથે તેણે કહ્યું કે વિરાટ કોહલી ફિટનેસને લઈને ખૂબ જ જાગૃત છે. આ સમયે પણ તે ભારતીય ટીમના સૌથી ઝડપી દોડનાર ખેલાડીઓમાંથી એક છે. લિટલ માસ્ટરે કહ્યું કે માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ વિરાટ કોહલી કરતા વધુ ઝડપથી દોડી શકે છે. વિરાટ કોહલી ઉંમરના આ તબક્કે પણ યુવા ખેલાડીઓ કરતાં વધુ ઝડપથી દોડી શકે છે. તેની પાસે સિંગલ્સને ડબલ્સમાં બદલવાની ક્ષમતા છે. આ સિવાય તે ડબલને ત્રણ રનમાં બદલી શકે છે. સાથે જ તેણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી જ વાસ્તવિક ચેમ્પિયન છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)