(Source: ECI/ABP News/ABP Majha)
MS Dhoni: IPL માંથી નિવૃત થવાનો છે ધોની ? સુરેશ રૈનાએ આ લીગમાં રમવા પર આપ્યું મોટુ નિવેદન
આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી ક્રિકેટ જગતમાં ચર્ચાનું કારણ બની ગઈ છે. આ ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.
Suresh Raina on MS Dhoni IPL Retirement: આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી ક્રિકેટ જગતમાં ચર્ચાનું કારણ બની ગઈ છે. આ ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે, પરંતુ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) તેના એક દિવસ પછી શરૂ થવાની છે. આ ટૂર્નામેન્ટમાં યુવરાજ સિંહ, હરભજન સિંહ અને અન્ય ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ રમી ચૂક્યા છે. આ એડિશનમાં સુરેશ રૈનાથી લઈને દિનેશ કાર્તિક અને શિખર ધવન સુધીના દરેક જણ પણ આ લીગમાં રમતા જોવા મળશે. આ દરમિયાન રૈનાએ પણ એમએસ ધોની પર મોટું નિવેદન આપ્યું છે.
સુરેશ રૈનાને તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તે એમએસ ધોનીને પણ લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમતા જોવા માંગે છે. આના જવાબમાં રૈનાએ કહ્યું, "હું ચોક્કસપણે ધોનીને આ લીગમાં રમતા જોવા માંગીશ. અમને ખબર નથી કે IPLની મેગા ઓક્શનમાં શું થવાનું છે અને ધોની હજુ કેટલા વર્ષો સુધી IPLમાં રમવાનું વિચારી રહ્યો છે. આ પ્રશ્ન લિજેન્ડ્સ લીગ ક્રિકેટના માલિકોને પૂછવો જોઈએ, તેઓ કદાચ ધોની સાથે વાતચીત કરી શકે છે."
આ દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે
લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2024માં કુલ 6 ટીમો રમતી જોવા મળશે. તેમના નામ ઈન્ડિયા કેપિટલ્સ, ગુજરાત ગ્રેટ્સ, કોણાર્ક સૂર્યાઝ ઓડિશા, મનિપાલ ટાઈગર્સ, સાઉથર્ન સુપરસ્ટાર્સ અને અલ્ટીમેટ તોયમ હૈદરાબાદ છે. ક્રિસ ગેઈલ, લેન્ડલ સિમન્સ, થિસારા પરેરા, માર્ટિન ગુપ્ટિલ અને મોન્ટી પનેસર જેવા અનુભવી વિદેશી ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો દિનેશ કાર્તિક અને શિખર ધવને આ વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ તેઓ નિવૃત્તિના થોડા દિવસો બાદ એલએલસીમાં જોડાયા હતા. તેમના સિવાય સુરેશ રૈના, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, એસ શ્રીસંત અને પાર્થિવ પટેલ પણ રમતા જોવા મળશે.
શું ધોની IPL 2025 રમશે ?
મળતી માહિતી પ્રમાણે,ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2025 સીઝનમાં પણ ટીમ ધોનીને પોતાની ટીમમાં જોવા ઇચ્છે છે. જોકે, આ માટે BCCIના રિટેન્શનના નિયમોની રાહ જોવાઈ રહી છે. કેટલાક અહેવાલોએ એવો પણ સંકેત આપ્યો છે કે, BCCI એવા ખેલાડીઓને "અનકેપ્ડ" ગણી શકે છે જેઓ પાંચ વર્ષથી વધુ સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ