શોધખોળ કરો
Advertisement
IPL પહેલા આ ભારતીય ક્રિકેટરે પોતાના હાથોમાં પત્ની અને પુત્રીનું દોરાવ્યું ટેટૂ, જુઓ તસવીર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સીઝન 13ને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. આઇપીએલ 2020 કોરોનાના કારણે ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સીઝન 13ને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. આઇપીએલ 2020 કોરોનાના કારણે ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આ માટે બીસીસીઆઇએ તમામ તૈયારીઓ કરી દીધી છે. ક્રિકેટર સુરેશ રૈના પણ હવે આઈપીએલ લીગની તૈયારીમાં જોડાઈ ગયો છે. આ લીગ માટે સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેની વચ્ચે હાલમાં જ તેમણે પરિવાર પ્રત્યે પ્રેમ જાહેર કરતા પોતાના હાથમાં ખાસ ટેટૂ બનાવ્યું છે અને તેની તસ્વીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
રૈનાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં બન્ને હાથોમાં ટેટૂ બનાવતો નજર આવી રહ્યો છે. રેના ડાબા હાથમાં પત્ની પ્રિયંકાનું નામ હિંદીમાં અને દિકરી ગ્રાસિયાનું અંગ્રેજીમાં દોરાવ્યું છે. જ્યારે જમણા હાથમાં પુત્ર રિયોનું નામ લખાવ્યું છે. આ તસ્વીરને 3.80 લાખથી વધુ વખત લાઈક કરવામાં આવી છે.
રૈનાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં ટેટૂ આર્ટિસ્ટ રૈનાના હાથમાં રિયો લખી રહ્યો છે. રેનાએ પોતાની આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું કે, “આ મને જીવવાનું કારણ આપે છે.” વીડિયોને 5.66 વખત જોવામાં આવ્યો છે અને લાઈક કરવામાં આવ્યો છે.View this post on Instagram
ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમને રૈના જલ્દી જ પોતાની ટીમ સાથે જોડાશે અને યૂએઈ માટે રવાના થશે. લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ રૈના સતત પ્રક્ટિસ કરતો નજર આવ્યો હતો. તે દરમિયાન તેને સાથ આપવા યુવા વિકેટકીપર બેટ્સમેન અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના ખેલાડી ઋષભ પંત પણ પરસેવો પાડતો જોવા મળ્યો હતો.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement