IND vs SL: તો શું હવે સૂર્યકુમાર જ રહેશે ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન? વાયરલ પોસ્ટથી મળ્યા સંકેત
India vs Sri Lanka: ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેણે કહ્યું કે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.
India vs Sri Lanka: ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેણે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સૂર્યાની પોસ્ટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ટીમ ઈન્ડિયાનો કાયમી T20 કેપ્ટન રહેશે. સૂર્યાએ લખ્યું કે આ એક સ્વપ્ન સાકાર થવા જેવી ક્ષણ છે. ભારતે હાલમાં જ શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન બનાવ્યો છે.
View this post on Instagram
સૂર્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, "તમારા પ્રેમ, સમર્થન અને શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. છેલ્લાં કેટલાંક અઠવાડિયાં સપનાથી ઓછાં નથી અને હું ખરેખર આભારી છું. દેશ માટે રમવું એ સૌથી વિશેષ લાગણી છે જે હું ક્યારેય શબ્દોમાં સમજાવી શકીશ નહીં. આ નવી ભૂમિકા તેની સાથે ઘણી જવાબદારી અને ઉત્સાહ લાવે છે, હું આશા રાખું છું કે મને તમારો સાથ અને આશીર્વાદ મળતો રહેશે.
તેની પત્ની દેવીશાએ સૂર્યાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. અન્ય સેલિબ્રિટીઓએ પણ તેમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. સૂર્યાની પોસ્ટ બાદ X પર કેટલાક યુઝર્સે લખ્યું કે તેને ટીમ ઈન્ડિયાનો કાયમી T20 કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ રમાશે. સૂર્યા ટી20માં ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળશે. તે પહેલા પણ સુકાની રહી ચૂક્યો છે. ભારતીય ટીમની જાહેરાત પહેલા એવા સમાચાર હતા કે હાર્દિક પંડ્યા અને સૂર્યા વચ્ચે કેપ્ટનશિપ માટે સ્પર્ધા ચાલી રહી છે. પરંતુ અંતે સૂર્યની જીત થઈ.
સારી કેપ્ટનશીપનો મંત્ર
સારી કેપ્ટનશીપનો મંત્ર સમજાવતા સૂર્યકુમાર યાદવે કહ્યું, "અમારે પરિસ્થિતિઓને સામાન્ય રીતે લેવી પડશે. મને પ્રક્રિયાને અનુસરવી અને સામાન્ય રીતે વસ્તુઓ કરવી ગમે છે અને હું મારા સાથી ખેલાડીઓને પણ આવું કરવા કહું છું. હું માનું છું કે કંઈપણ અલગ કરવાથી અમારું સારું પ્રદર્શન નહીં થાય." માટે તેને આગળ કહ્યું હું હમેશા પરિસ્થિતિને સામન્ય રીતે લેવા કહું છું કઈક અલગ કરવાથી પ્રદર્શન ખરાબ થવાની સંભાવના છે.