T20 WC India: આ વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં છે બૉલિંગ અને બેટિંગનું જોરદાર કૉમ્બિનેશન, લાઇન-અપ તમને ચોંકાવી દેશે....
15 ખેલાડીઓની ટીમ પર નજર કરીએ તો ટોપ ઓર્ડર બેટિંગની જવાબદારી રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલીના હાથમાં સોંપવામાં આવી છે
T20 World Cup 2024 India Squad: BCCIએ આગામી T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. પહેલાથી જ કરવામાં આવેલી જાહેરાત મુજબ, રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળશે, પરંતુ ખાસ કરીને જો આપણે બેટિંગની વાત કરીએ તો બેટિંગમાં ઘણી ઊંડાઈ છે. વિરાટ કોહલીની તેના સ્ટ્રાઈક રેટને લઈને ઘણી ટીકા થઈ રહી હતી, પરંતુ તેને 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઋષભ પંત અને સંજૂ સેમસનને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રિઝર્વ ખેલાડીઓમાં શુભમન ગીલને બેકઅપ ઓપનિંગ બેટ્સમેન તરીકે રાખવામાં આવ્યો છે.
વર્લ્ડકપ માટે ભારતીય ટીમની બેટિંગ
15 ખેલાડીઓની ટીમ પર નજર કરીએ તો ટોપ ઓર્ડર બેટિંગની જવાબદારી રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલીના હાથમાં સોંપવામાં આવી છે. જ્યારે મિડલ ઓર્ડર બેટિંગમાં સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બેટિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમ પાસે લગભગ દરેક ઓર્ડર માટે બીજો વિકલ્પ હશે. હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હોવાથી શિવમ દુબેને તક મળવાની આશા ઓછી જણાઈ રહી છે. આ 15 ખેલાડીઓના આધારે ભારતીય ટીમની વર્લ્ડકપ મેચોમાં 7-8ની બેટિંગ પોઝિશન હશે.
ભારતીય ટીમે શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનને રિઝર્વ ખેલાડીઓ તરીકે રાખ્યા છે, એટલે કે શુભમન ગીલ બેકઅપ ઓપનિંગ બેટ્સમેન હોવાના અહેવાલો સાચા સાબિત થયા છે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત અથવા બિમાર થાય છે, તો રિંકુ સિંહ પણ 15 ખેલાડીઓની ટીમમાં સામેલ થઈ શકે છે.
IPL 2024માં અત્યાર સુધી 500 રન પૂરા કરનારા વિરાટ કોહલી એકમાત્ર બેટ્સમેન છે. તેની સાતત્યતા અને સ્ટ્રાઈક રેટમાં સુધારો ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. જ્યારે ઋષભ પંત અને સંજૂ સેમસનમાંથી જેને પણ તક મળે છે, તે બંને સારા ફોર્મમાં છે. એકબાજુ પંતે IPL 2024માં 398 રન બનાવ્યા છે અને સેમસને અત્યાર સુધીમાં 385 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ભલે અત્યાર સુધી માત્ર 311 રન જ બનાવ્યા હોય, પરંતુ તેનો 160થી વધુનો સ્ટ્રાઈક રેટ ભારતને સારી શરૂઆત અપાવી શકે છે. તેના સિવાય સૂર્યકુમાર યાદવ વિશ્વનો નંબર-1 T20 બેટ્સમેન છે.
શું હોઇ શકે છે ભારતનું બેટિંગ કૉમ્બિનેશન
ટૉપ ઓર્ડરઃ - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી
મીડલ ઓર્ડરઃ - સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા.