શોધખોળ કરો

T20 World Cup 2024: આ 3 મોટી ટીમો પર બહાર થવાનો ખતરો, સુપર-8માં જશે USA અને અફઘાનિસ્તાન? 

ટી-20 વર્લ્ડ કપ શરૂ થયાને હજુ બે સપ્તાહ પણ પાર નથી થયા  અને ઘણી ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાના ભયમાં છે.

T20 World Cup 2024 Super 8 Qualification Chances: ટી-20 વર્લ્ડ કપ શરૂ થયાને હજુ બે સપ્તાહ પણ પાર નથી થયા  અને ઘણી ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાના ભયમાં છે. આમાંથી એક નામ પાકિસ્તાનનું છે, જે સતત 2 મેચ હારી ચૂક્યું છે. એક તરફ ભારત, દક્ષિણ આફ્રિકા અને સ્કોટલેન્ડ પણ સુપર-8માં જશે તેવું લાગી રહ્યું છે. પરંતુ આ દરમિયાન, ત્રણ મોટી ટીમો પર બહાર થવાનો ખતરો છે. તો ચાલો જાણીએ કઈ 3 મોટી ટીમો વર્લ્ડકપમાંથી બહાર થવા પર છે.

પાકિસ્તાન

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન અત્યાર સુધી તેની બંને મેચ હારી ચૂક્યું છે. પહેલા અમેરિકાના સામે અને પછી ભારત સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો. પાકિસ્તાનના હાલ 2 મેચમાં 0 પોઈન્ટ છે. જો તેને સુપર-8માં જવું હોય તો તેણે તેની આગામી બે મેચો મોટા અંતરથી જીતવી પડશે. પાકિસ્તાનની મુસીબતો અહીં સમાપ્ત થશે નહીં કારણ કે તેને આશા રાખવી પડશે કે કેનેડા અને યુએસએ તેમની આગામી તમામ મેચ હારી જશે. પાકિસ્તાન અને યુએસએ બંનેના ચાર-ચાર પોઈન્ટ હોઈ શકે છે અને આવી સ્થિતિમાં નિર્ણય નેટ રન-રેટના આધારે લેવામાં આવશે. જો અમેરિકાની કોઈપણ મેચ વરસાદમાં ધોવાઈ જશે તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. હાલમાં બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે.

ઈંગ્લેન્ડ 

ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ઇંગ્લેન્ડની સ્કોટલેન્ડ સાથેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બીજા મુકાબલામાં જોસ બટલરની સેનાને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઈંગ્લેન્ડનો 2 મેચમાં એક પોઈન્ટ છે અને ટીમનો નેટ રન-રેટ -1.800 છે. હવે ઈંગ્લેન્ડને આગામી 2 મેચ ઓમાન અને નામિબિયા સામે મોટા અંતરથી જીતવી પડશે. આ ઉપરાંત, આપણે  ઈચ્છીએ છીએ કે સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયાથી મોટા અંતરથી હરાવે. હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડના સંજોગો ઘણા મુશ્કેલ દેખાઈ રહ્યા છે.

ન્યૂઝીલેન્ડ

T20 વર્લ્ડ કપ 2024 ની તેમની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે 84 રનના વિશાળ માર્જિનથી હારીને ન્યૂઝીલેન્ડ ગ્રુપ Cમાં હાજર છે. જોકે કિવી ટીમની હજુ 3 મેચ બાકી છે, પરંતુ તેનો નેટ રન રેટ -4.200 છે. વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન અત્યાર સુધી તેમની બંને મેચ જીતી ચૂક્યા છે અને ગ્રુપ સી ટેબલમાં ટોપ-2માં છે. જો ન્યુઝીલેન્ડને સુપર-8માં જવું હોય તો તેણે તેની તમામ મેચ જીતવી પડશે. આ ગ્રુપમાં હજુ ઘણું બધું થઈ શકે છે, પરંતુ કિવી ટીમે આશા રાખવી પડશે કે યજમાન વેસ્ટ ઈન્ડિઝ તેની આગામી બે મેચ હારે.અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ, ત્રણેય પણ 4 પોઈન્ટની ફેરમાં ફસાઈ શકે છે. આવી સ્થિતિમાં સુપર-8નો નિર્ણય નેટ રન-રેટના આધારે લેવામાં આવશે.

યુએસએ અને અફઘાનિસ્તાનની એન્ટ્રી થઈ શકે  

T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Aની વાત કરીએ તો યજમાન USA ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. આ ટીમે 2 જીત નોંધાવ્યા બાદ 4 પોઈન્ટ એકત્રિત કર્યા છે. જો યુએસએ આગામી 2માંથી એક મેચ જીતે છે અને કેનેડાને એક પણ હાર સહન કરવી પડે છે, તો યુએસએ સુપર-8 માટે ક્વોલિફાય થશે. વધુ સારા નેટ રન-રેટને કારણે, યુએસએ 4 પોઈન્ટ સાથે પણ આગળના તબક્કામાં જઈ શકે છે. બીજી તરફ ગ્રુપ સીમાં અફઘાનિસ્તાન હાલમાં સુપર-8માં જવા માટે પ્રબળ દાવેદાર જણાય છે. જો અફઘાનિસ્તાન આગામી બેમાંથી એક મેચ પણ જીતી લે તો સુપર-8માં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્તGujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
Embed widget