(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup: ICCએ ટી-20 વર્લ્ડકપ 2022ની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન કરી જાહેર, બે ભારતીય ખેલાડીઓને સ્થાન
આ ટૂર્નામેન્ટમાં બેટ્સમેનોની સાથે બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે
ICC Best T20 World Cup 2022 Playing 11: T20 વર્લ્ડ કપ 2022ની લડાઈ પૂર્ણ થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટમાં બેટ્સમેનોની સાથે બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બધાની વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 વર્લ્ડ કપ 2022ની બેસ્ટ પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે. આ ખાસ ટીમમાં ICCએ ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓને જગ્યા આપી છે.
Four 🏴 players and two each from 🇵🇰 and 🇮🇳
— ICC (@ICC) November 14, 2022
The @upstox Most Valuable Team of the Tournament ⬇️#T20WorldCup https://t.co/wdGDTWMiUA
ICCએ ઇગ્લેન્ડના ઓપનર્સને પસંદ કર્યા
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલિંગ (ICC) એ જોસ બટલર અને એલેક્સ હેલ્સને T20 વર્લ્ડ કપ 2022ના બેસ્ટ પ્લેઇંગ 11માં ઓપનર તરીકે પસંદ કર્યા છે. ઇંગ્લેન્ડના આ ઓપનરોએ T20 વર્લ્ડ કપ 2022માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા સામે પણ આ બંને ખેલાડીઓએ પોતાના દમ પર ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું.
આ ભારતીયોને ટોપ ઓર્ડર માટે પસંદ કરવામાં આવ્યા હતા
ICCએ આ ટીમના ટોપ ઓર્ડર માટે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના નામની જાહેરાત કરી છે. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવે પણ 6 મેચમાં 239 રન બનાવ્યા હતા.
બોલર તરીકે આ ખેલાડીઓની થઇ પસંદગી
ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ, ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝા અને પાકિસ્તાનના સ્પિનર શાદાબ ખાનને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આ પ્લેઇંગ 11ના નીચલા ક્રમમાં સ્થાન મળ્યું છે. આ ત્રણેય ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળ રહી હતી.
T20 વર્લ્ડ કપ 2022ના બેસ્ટ પ્લેઈંગ 11માં બોલર તરીકે પ્લેયર ઓફ ધ ટુનામેન્ટનો એવોર્ડ જીતનાર ઇગ્લેન્ડનો ફાસ્ટ બોલર સેમ કુરન, સાઉથ આફ્રિકાના ખેલાડી એનરિક નોર્ટજે, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના માર્ક વુડ, પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી સ્થાન મેળવવામાં સફળ થયા છે. જ્યારે હાર્દિક પંડ્યાને આઇસીસીએ 12મા ખેલાડી તરીકે સ્થાન આપ્યું હતું.
આઇસીસીએ જાહેર કરેલી ટી-20 વર્લ્ડકપની બેસ્ટ ટીમ
એલેક્સ હેલ્સ, જોસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, શાદાબ ખાન, સેમ કુરન, એનરિક નોર્તઝે, માર્ક વૂડ, શાહિન શાહ આફ્રિદી
12મા ખેલાડી તરીકેઃ હાર્દિક પંડ્યા