T20 World Cup: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો લાખોમાં વેચાઈ રહી છે, તમામ સીટો થોડા કલાકોમાં ભરાઈ ગઈ છે
આઈસીસીએ કહ્યું કે વર્લ્ડ કપ દરમિયાન યુએઈમાં તમામ સ્થળો આશરે 70 ટકા દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત થશે.
ટી20 વર્લ્ડ કપ 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આઇસીસી દ્વારા 3 ઓક્ટોબરથી ટુર્નામેન્ટની ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સોમવારે આ માહિતી આપી હતી. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. સૌથી મોંઘી ટિકિટની કિંમત આશરે 2 લાખ રૂપિયા છે, જે સામાન્ય કરતાં લગભગ 333 ગણી મોંઘી છે.
આઈસીસીએ કહ્યું કે વર્લ્ડ કપ દરમિયાન યુએઈમાં તમામ સ્થળો આશરે 70 ટકા દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત થશે. ઓમાન ક્રિકેટ એકેડેમીએ 3000 દર્શકોને આવકારવા માટે હંગામી ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આઇસીસી અને યજમાનો કોવિડ -19 પ્રોટોકોલ હેઠળ દર્શકોનું સ્વાગત કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) વહીવટ સાથે નજીકથી કામ કરી રહ્યા છે. યુએઇની વાત કરીએ તો સૌથી ઓછી કિંમતની ટિકિટ 600 રૂપિયામાં ઉપલબ્ધ છે. પરંતુ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા. મેચની ટિકિટ 333 ગણી મોંઘી વેચવામાં આવી હતી અને થોડા જ કલાકોમાં ટિકિટો વેચાઈ ગઈ હતી.
વર્લ્ડકપ ફર્સ્ટ લેગ મેચો ઓમાનમાં યોજાશે
17 ઓક્ટોબરે મસ્કતમાં ઓમાન અને પાપુઆ ન્યુ ગિની વચ્ચે રાઉન્ડ-1 મેચથી ટી20 વર્લ્ડકપની શરૂઆત થશે. સુપર-12 માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 23 ઓક્ટોબરે અબુ ધાબીમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઈ ટી20 મેચ રમાઈ નથી. દર્શકો હવે સ્ટેડિયમમાં આવીને આ મેચ જોઈ શકશે. યુએઈમાં બંને દેશોના લોકો મોટી સંખ્યામાં રહે છે.
આ પણ વાંચોઃ