(Source: ECI/ABP News/ABP Majha)
Team India for Bangladesh: બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને કરાયા ટીમની બહાર
બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 અને ODI શ્રેણી માટે મહિલા ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે
મહિલા પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 અને ODI શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણીની તમામ છ મેચો મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
More details on India’s tour of Bangladesh here 👇👇
— BCCI Women (@BCCIWomen) July 2, 2023
https://t.co/luNyamyZVk #BANvIND #TeamIndia
ફાસ્ટ બોલર રેણુકા સિંહ, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ, અનુભવી ઓલરાઉન્ડર શિખા પાંડે અને ડાબોડી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડને બાંગ્લાદેશ સામે 9 જૂલાઈથી શરૂ થનારી શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. આ ત્રણેયને ટીમમાં કેમ સામેલ નથી કરવામાં આવ્યા તેને લઇને બીસીસીઆઇએ કોઇ કારણ જણાવ્યું નથી.
T20I squad: Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Deepti Sharma, Shafali Verma, Jemimah, Yastika (wk), Harleen, Devika Vaidya, Uma Chetry (wk), Amanjot Kaur, S. Meghana, Pooja Vastrakar, Meghna Singh, Anjali Sarvani, Monica Patel, Rashi Kanojiya, Anusha Bareddy, Minnu Mani.
— BCCI Women (@BCCIWomen) July 2, 2023
ઘોષની ગેરહાજરીએ આસામની ઉમા છેત્રી માટે દરવાજા ખોલ્યા છે. જે T20 અને ODI બંને ટીમોમાં યાસ્તિકા ભાટિયા પછી બીજી વિકેટકીપર છે. 20 વર્ષીય ઉમા ભારત-એ ટીમનો ભાગ હતી જેણે તાજેતરમાં હોંગકોંગમાં ACC ઇમર્જિંગ નેશન્સ ટુર્નામેન્ટ જીતી હતી.
ODI squad: Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Deepti Sharma, Shafali Verma, Jemimah, Yastika (wk), Harleen, Devika Vaidya, Uma Chetry (wk), Amanjot Kaur, Priya Punia, Pooja Vastrakar, Meghna Singh, Anjali Sarvani, Monica Patel, Rashi Kanojiya, Anusha Bareddy, Sneh Rana.
— BCCI Women (@BCCIWomen) July 2, 2023
કેરળની ઓલરાઉન્ડર મિન્નુ મણિ (માત્ર ટી-20) અને સ્પિનર અનુષા બરેડ્ડી (આંધ્ર) અને રાશિ કનોજિયા (ઉત્તર પ્રદેશ)ને T20 અને ODI માટે બોલાવવામાં આવ્યા છે. હરમનપ્રીત કૌર બંને ટીમનું નેતૃત્વ કરશે જ્યારે સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન હશે.
બાંગ્લાદેશનો આ પ્રવાસ ભારતીય મહિલા ટીમ માટે વ્યસ્ત ક્રિકેટ પ્રવાસની શરૂઆત છે. ટીમ ઈન્ડિયા આગામી છ મહિનામાં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મલ્ટી ફોર્મેટમાં ટેસ્ટ રમશે.
ભારતની મહિલાની ટીમ પણ કોચની રાહ જોઈ રહી છે?
રમેશ પવારને પદ પરથી હટાવ્યા બાદ મહિલા ટીમના કોચનું પદ ખાલી છે. ત્યારથી, ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર હૃષીકેશ કાનિટકર વચગાળામાં આ પદ સંભાળી રહ્યા છે. કાનિટકર મે મહિનામાં ફિટનેસ કેમ્પનો પણ ભાગ હતા.
ભારતની T20 ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી, અમનજોત કૌર, એસ. મેઘના , પૂજા વસ્ત્રાકર , મેઘના સિંહ , અંજલિ સરવાની , મોનિકા પટેલ , રાશિ કનોજિયા , અનુષા બારેડ્ડી , મિન્નૂ મણિ.
ભારતની ODI ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજોત કૌર, અમનજોત કૌર. પ્રિયા પૂનિયા, પૂજા વસ્ત્રાકર , મેઘના સિંહ , અંજલિ સરવાની , મોનિકા પટેલ , રાશિ કનોજિયા, અનુષા બારેડ્ડી , સ્નેહ રાણા.