શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે કહ્યું, અમારા સમયમાં માત્ર બે-ત્રણ ક્રિકેટર જ પાસ કરી શકત યો-યો ટેસ્ટ
પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યો યો ટેસ્ટ પાસ કરી હોવા છતાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ જ્યારથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી પ્રથમ કામ ફિટનેસ પર આપી રહ્યો છે. દરેક ખેલાડી માટે યો યો ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટના કારણે ઘણા ખેલાડીને ટીમમાંથી બહાર કરવામાં આવી ચુક્યા છે. વર્લ્ડકપ દરમિયાન ચર્ચામાં રહેલા અંબાતી રાયડૂને 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા યો-યો ટેસ્ટ પાસ ન કરી શકવાના કારણે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
યો યો ટેસ્ટના કારણે ટીમ ઈન્ડિયામાં પણ વિવાદ થઈ ચુક્યો છે. પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યો યો ટેસ્ટ પાસ કરી હોવા છતાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2000ની વાત કરવામાં આવે તો તે સમયે પણ ટીમ ઈન્ડિયામાં ફિટનેસ જરૂરી હતી. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે મોટું નિવેદન આપતાં કહ્યું કે, જો આ દરમિયાન યો યો ટેસ્ટ હોત તો મારા સહિત બેથી ત્રણ ખેલાડી ટેસ્ટ પાસ કરી શકત.
તેણે યુવરાજ અને બાલાજીનું નામ લઈને કહ્યું, અમે ત્રણ જ યો યો ટેસ્ટ પાસ કરી શકત. તેણે કોહલીની પ્રશંસા કરતા કહ્યું, ટીમ ઈન્ડિયાને કોહલી એક અલગ જ લેવલ પર લઈ ગયો છે. દરેક ક્રિકેટર માટે તેની ફિટનેસ હંમેશા જરૂરી હોય છે.
કૈફે કહ્યું, જ્યારે પૂરી ટીમ એક સાથે પ્રદર્શન કરશે ત્યારે આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શકશે. 2014 બાદ ટીમ ઈન્ડિયા એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion