(Source: ECI/ABP News/ABP Majha)
Team India's Fielding: ચાલુ વર્ષે ટીમ ઈન્ડિયાના માખણીયા ફિલ્ડરે છોડ્યા 25 ટકા કેચ, આકાશ ચોપડાએ ગણાવ્યા ખરાબ ફિલ્ડિંગના કારણો
Aakash Chopra: પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતની નબળી ફિલ્ડિંગના કારણો ગણાવતા આકાશ ચોપડાએ કહ્યું ભારત પાસે સારો ગન ફિલ્ડર નથી. ટીમમાં 3-3 વિકેટ કીપર રમવું એ નબળી ફિલ્ડિંગના મહત્વપૂર્ણ કારણો છે.
Aakash Chopra on Indian Fielders: ટીમ ઈન્ડિયા તાજેતરમાં ખરાબ ફિલ્ડિંગના કારણે ઘણી મેચ હારી છે. એશિયા કપ 2022માં પણ ફાઇનલમાં ન પહોંચવાનું આ એક મહત્વનું કારણ હતું. એશિયા કપની સુપર-4 મેચમાં ભારતે પાકિસ્તાન અને શ્રીલંકા સામે કેટલાક મહત્વના કેચ છોડ્યા હતા. આ સિલસિલો હજુ પણ ચાલુ છે. હવે પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આ અંગે કેટલીક મહત્વની વાતો કહી છે.
આકાશ ચોપડાએ Cricket.comના ડેટાને ટાંકીને કહ્યું કે આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ ફિલ્ડિંગના મામલે બીજી સૌથી ખરાબ ટીમ હતી. આ વર્ષે ભારતે T20I માં 25% કેચ છોડ્યા છે. પાકિસ્તાન પણ આ મામલે ભારત કરતા સારી સ્થિતિમાં છે. પાક ટીમે 22% કેચ છોડ્યા. એકમાત્ર શ્રીલંકાની ફિલ્ડિંગ ભારત કરતાં નબળી હતી, જેણે લગભગ 26% કેચ છોડ્યા હતા.
શું કહ્યું આકાશ ચોપડાએ
પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતની આ નબળી ફિલ્ડિંગના કારણો ગણાવતા આકાશ ચોપડાએ કહ્યું કે ભારત પાસે સારો ગન ફિલ્ડર નથી અને ટીમમાં ત્રણ-ત્રણ વિકેટ કીપર રમવું એ નબળી ફિલ્ડિંગના મહત્વપૂર્ણ કારણો છે. તેણે કહ્યું, 'હવે અમારી ટીમમાં ગન (ચપળ) ફિલ્ડર નથી. સુરેશ રૈના, યુવરાજ સિંહ, રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ ટીમમાં નથી. હવે આપણે 'વાહ- શું ફિલ્ડર' જેવા શબ્દો પણ સાંભળી શકતા નથી.
આકાશ ચોપરાએ કહ્યું, 'ઘણીવાર આપણે જોઈ રહ્યા છીએ કે ટીમ ઈન્ડિયા તેના પ્લેઈંગ-11માં ત્રણ વિકેટકીપર રમી રહી છે. આમાંથી, ફક્ત એકને ગ્લોવ્સ મળે છે, બાકીના આઉટફિલ્ડમાં ઉભા છે. તેને ગન ફિલ્ડર તરીકે ગણી શકાય નહીં.
મહિલા એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત
2022ના મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે જીત સાથે શરૂઆત કરી છે. પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. સિલ્હટમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમે પહેલા રમતા 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે પહેલા જેમિમા રોડ્રિગ્સે 76 રનની શાનદાર ઇનિંગ રમી અને ત્યારબાદ દયાલન હેમલતા, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે બોલિંગમાં કમાલ કરી. હેમલતાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તે જ સમયે દીપ્તિ અને પૂજાને બે-બે સફળતા મળી.