Team India playing 11 vs Australia: સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન નહી રમે પ્રથમ ટેસ્ટ? જાણો દિગ્ગજોની પ્લેઇંગ ઇલેવનમાં કોને મળ્યું છે સ્થાન?
માંજરેકર અને જાફર સહિત લગભગ બધાએ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને તેમના પ્લેઈંગ 11માં સ્થાન આપ્યું નથી.
Team India playing 11 vs Australia: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે તેમના ઘરે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા પણ દિગ્ગજોએ તેમની સંભવિત પ્લેઈંગ-11 શેર કરી છે. આ દિગ્ગજોમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર, વસીમ જાફર અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પસંદગીકાર સુનીલ જોશીનો પણ સમાવેશ થાય છે.
માંજરેકર અને જાફર સહિત લગભગ બધાએ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને તેમના પ્લેઈંગ 11માં સ્થાન આપ્યું નથી. એટલે કે તેમના મતે આ બંને સ્ટાર ખેલાડીઓએ ડેબ્યૂ માટે રાહ જોવી પડશે. પરંતુ સુનીલ જોશીના ટ્વીટથી ચાહકોમાં હંગામો મચી ગયો કારણ કે તેણે પૂજારાને બહાર કરી દીધો છે.
જોશી અને જાફરે કુલદીપને પસંદ કર્યો
જોશીએ તેની પ્લેઇંગ-11માં ચેતેશ્વર પૂજારાના સ્થાને સૂર્યકુમાર યાદવને સામેલ કર્યો હતો. એટલે કે પૂર્વ પસંદગીકારનું માનવું છે કે T20ના નંબર-1 બેટ્સમેન સૂર્યાએ પ્રથમ ટેસ્ટ મેચ રમવી જોઈએ. જોશીના ટ્વીટ બાદ કેટલાક ફેન્સ તેમના સમર્થનમાં આવ્યા તો કેટલાકે વિરોધ કર્યો હતો.
પણ જોશી અને જાફરમાં એક વાત કોમન રહી છે. બંનેએ તેમના પ્લેઇંગ 11માં અક્ષર પટેલને સ્થાન આપ્યું ન હતું. બંનેએ કુલદીપ યાદવને ટીમમાં રાખ્યો હતો. જ્યારે જોશી અને માંજરેકરે તેમના પ્લેઈંગ-11માં રોહિત શર્માની સાથે શુભમન ગિલને ઓપનર તરીકે રાખ્યા છે. બંનેનું માનવું છે કે કેએલ રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડવો જોઈએ. તેમ જ કેએસ ભરતને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયો હતો.
સુનિલ જોષીની પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
સંજય માંજરેકરની પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
વસીમ જાફરની પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શુભમન ગિલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
નાગપુર ટેસ્ટ માટે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ/શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શુભમન ગિલ/સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને સિરાજ .
ઓસ્ટ્રેલિયાની ટીમ
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, એશ્ટન અગર/ટોડ મર્ફી, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.