શોધખોળ કરો
Advertisement
બુમરાહ, જાડેજા, પૃથ્વીએ કયા ખેલાડીઓની બૉલિંગ કૉપી કરીને ઉડાવી મજાક, પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ
આ વીડિયોમાં જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૃથ્વી શૉ અલગ અગગ દિગ્ગજ બૉલરોની કૉપી કરી રહ્યાં છે. વીડિયો જોઇને તમે પણ ચોંકી જશે
બ્રિસ્બેનઃ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. ભારતને ઓસ્ટ્રેલિયાની સાથે ટી20, વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયા સતત પ્રક્ટિસમાં જોડાઇ છે. આ બધાની વચ્ચે બીસીસીઆઇએ એક વીડિયો ટ્વીટ કર્યો છે, આ વીડિયોમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અન્ય ખેલાડીઓને બૉલિંગ એક્શનની કૉપી કરતા દેખાઇ રહ્યાં છે.
આ વીડિયોમાં જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૃથ્વી શૉ અલગ અગગ દિગ્ગજ બૉલરોની કૉપી કરી રહ્યાં છે. વીડિયો જોઇને તમે પણ ચોંકી જશે.
આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજા સ્પષ્ટ રીતે જસપ્રીત બુમરાહની બૉલિંગ એક્શન કૉપી કરતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન બુમરાહ અને જાડેજા બન્ને હંસે છે. વળી પૃથ્વી શૉ પણ બૉલિંગ પર ખુબ મહેનત કરતો દેખાઇ રહ્યો છે. પૃથ્વી શૉની સાથે સાથે કેપ્ટન વિરાટ કોહલી પણ શ્રીલંકાના રહસ્યમયી બૉલર અંજતા મેન્ડિસની બૉલિંગ એક્શનની કૉપી કરતો દેખાય રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસનુ ફૂલ શિડ્યૂલ......
વનડે સીરીઝ
પહેલી વનડે- 27 નવેમ્બર, સિડની
બીજી વનડે- 29 નવેમ્બર, સિડની
ત્રીજી વનડે- 1 ડિસેમ્બર, માનુકા ઓવલ
ટી-20 સીરીઝ
પહેલી મેચ- 4 ડિસેમ્બર, માનુકા ઓવલ
બીજી મેચ- 6 ડિસેમ્બર, સિડની
ત્રીજી મેચ- 8 ડિસેમ્બર, સિડની
ટેસ્ટ સીરીઝ
પહેલી ટેસ્ટ- 17-21 ડિસેમ્બર, એડિલેડ
બીજી ટેસ્ટ- 26-31 ડિસેમ્બર, મેલબોર્ન
ત્રીજી ટેસ્ટ- 7-11 જાન્યુઆરી, સિડની
ચોથી ટેસ્ટ- 15-19 જાન્યુઆરી, બ્રિસ્બેન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement