Women's T20 World Cup 2023: ટી-20 વર્લ્ડકપની પ્રથમ મેચ અગાઉ ટીમ ઇન્ડિયાને ફટકો, ઇજાના કારણે પાકિસ્તાન સામે નહી રમે સ્મૃતિ મંધાના
મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે
Smriti Mandhana Women's T20 World Cup 2023: મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે, જે રવિવારે રમાશે. આ મેચ પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની અનુભવી ખેલાડી સ્મૃતિ મંધાના આંગળીની ઈજાને કારણે બહાર થઇ ગઇ છે. અહેવાલો અનુસાર, તે પાકિસ્તાન સામેની મેચ રમી શકશે નહીં. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ફટકો છે. મંધાના અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
Team India's vice-captain Smriti Mandhana has been ruled out of the team's ICC T20 World Cup opener against Pakistan in Cape Town on Sunday, 12 Feb due to a finger injury: Sources
— ANI (@ANI) February 11, 2023
(File photo) pic.twitter.com/DVEEQFJyFX
સ્મૃતિ મંધાના આંગળીમાં ઈજાના કારણે સંઘર્ષ કરી રહી છે. આ કારણે તે પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર થઈ ગઈ છે. ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, હૃષીકેશ કાનિટકરે કહ્યું હતું કે મંધાનાની આંગળીમાં કોઈ ફ્રેક્ચર નથી. આ રાહતની વાત છે. તેથી શક્ય છે કે સ્મૃતિ બીજી મેચથી પરત ફરશે. તેમણે કહ્યું હતું કે હરમન રમવા માટે ફિટ છે. તેણે નેટ્સ પર બે દિવસ બેટિંગ કરી છે. સ્મૃતિ આંગળીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહી છે. તેથી જ તે રમી શકશે નહીં.
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાશે. આ મેચ રવિવારે રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે કેપટાઉનમાં રમશે. ભારતની ત્રીજી મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ 18 ફેબ્રુઆરીએ રમાશે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ આયરલેન્ડ સામે છેલ્લી ગ્રુપ મેચ રમશે. ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલ મેચ 23 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં અને બીજી સેમીફાઇનલ 24 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરીએ રમાશે.
ભારત-પાક હેડ ટુ હેટ
મહિલા ભારતીય ટીમ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ચૂકી છે. જેમાં ભારતીય ટીમે 10 મેચમાં જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાન માત્ર ત્રણ મેચમાં જ જીત મેળવી શક્યું છે. આવી સ્થિતિમાં આ મેચમાં પણ ભારતની મહિલા ટીમની જીતની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.
પિચ રિપોર્ટ
ન્યૂલેન્ડ્સની પિચ બેટ્સમેનો માટે સારી હોવાની અપેક્ષા છે. અહીં હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય નહીં કારણ કે જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ અહીં પિચ બોલરો માટે મદદરૂપ સાબિત થવા લાગે છે. અહીં જીતની ટકાવારી પાછળથી બેટિંગ કરનાર ટીમ માટે ખૂબ જ સારી છે. જેથી પછી બેટિંગ કરનારની જીતની શક્યતા વધી જાય છે.