શોધખોળ કરો
Advertisement
પિતા બન્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વધી મુશ્કેલી, કેરળ હાઈકોર્ટે ફટકારી નોટિસ
ઓનલાઈન રમી જેવી રમતોના પ્રમોશન પર પ્રતિબંધ મુકવાની અરજી કરવા પર આ ત્રણેયને નોટિસ પાઠવવામાં આવી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને, બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને અજુ વર્ગીઝને કેરળ હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. આ ત્રણેય પર આરોપ છે કે તોઓ ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપે છે. આ મામલે આ ત્રણેયની મુશ્કેલી વધી શકે છે. કારણ કે વિરાટ કોહલી, તમન્ના ભાટિયા અને અજુ વર્ગીઝ ઓનલાઈન રમી રમતના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ જ કારણે તેમને આ કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી છે.
ઓનલાઈન રમી જેવી રમતોના પ્રમોશન પર પ્રતિબંધ મુકવાની અરજી કરવા પર આ ત્રણેયને નોટિસ પાઠવવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે આ બધાને કારણે ઓનલાઈન જુગારનું જોખમ વધી રહ્યું છે અને તેમાં મધ્યમ અને નીચલા વર્ગના લોકો માટે નાણાકીય જોખમ લાવે છે.
આ રમતમાં ઘણાં લોરો રૂપિયા મેળવવાની ઘેલછામાં પોતાનું જ નુકસાન કરી બેઠે છે. અરજીકર્તાના કહેવા અનુસાર, રાજ્યમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં લોકો ઓનલાઈન રમી જેવી રમતોમાં રૂપિયા ગુમાવી ચૂક્યા છે.
અરજીકર્તાના જણાવ્યાનુસાર આવી રમતમાં રૂપિયા મળવાની સંભાવના સાવ ઓછી હોય છે અને આવી જાણીતી હસ્તીઓ દ્વારા આ મંચ પર લોકોને ખોટા વચનો આપવામાં આવે છે અને તેમને ખોટી લાલચ આપવામાં આવે છે. આ બધા લોકોને મૂર્ખ બનાવે છે. અરજદારની આ અરજી પર સુનાવણી કરતાં કેરળ હાઈકોર્ટે ઓલાઈમ રમી રમતના બ્રાન્ડ એમ્બેસેડર એવા વિરાટ કોહલી, એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને અજુ વર્ગીઝને નોટિસ ફટકારી છે. અરજદારે ઓનલાઈમ રમી રમતો પર કાયદેસર પ્રતિબંધ મુકવાની પણ માગ કરી છે. આ મામલે કોર્ટે રાજ્ય સરકાર પાસે પણ જવાબ માગ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement