UPW-W vs RCB-W : આરસીબીએ ખોલાવ્યું જીતનું ખાતું, યુપીને આપી 5 વિકેટથી હાર
UPW-W vs RCB-W, WPL 2023 LIVE Score: આરસીબીની ટીમે પહેલી જીત નોંધાવવા પ્રયાસ કરશે, સ્મૃતિ મંધાનાની ટીમ મહિલા આઇપીએલ 2023 માં સતત 5 મેચ હારી ચૂકી છે.
LIVE
Background
UP Warriorz vs Royal Challengers Bangalore: વૂમન્સ પ્રીમિયર લીગ 2023ની 13મી મેચ આજે, 15 માર્ચે યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમો વચ્ચે રમાશે. આ મેચમાં આરસીબીની ટીમે પહેલી જીત નોંધાવવા પ્રયાસ કરશે, સ્મૃતિ મંધાનાની ટીમ મહિલા આઇપીએલ 2023 માં સતત 5 મેચ હારી ચૂકી છે. જેના કારણે તેની પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી થઇ ગઇ છે.
વળી, યૂપી વૉરિયર્સનું પ્રદર્શન થોડુ સારુ રહ્યું છે. એલિસા હીલીની ટીમે અત્યાર સુધી ચાર મેચો રમી છે. જેમાંથી 2 જીત અને 2 હારી છે. જો 15 માર્ચે રમાનારી મેચમાં આરસીબીની ટીમની હાર થાય છે, તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઇ જશે. જાણો યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ક્યારે, ક્યારે ને કઇ રીતે જોઇ શકાશે....
ક્યારે રમાશે. યૂપી વૉરિયર્સની-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ ?
યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે 15 માર્ચે મેચ રમાશે.
ક્યાં રમાશે યૂપી વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ ?
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. વળી, મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે.
કઇ ચેનલ પર જોઇ શકાશે વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ?
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ સ્પૉર્ટ્સ18 નેટવર્કની ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે જિયો સિનેમા (Jio Cenema) એપનુ સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર મેચનો લ્હાવો લઇ શકશે. વળી, મેચની પળેપળની અપડેટ https://gujarati.abplive.com/ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે.
RCB એ ખોલાવ્યું જીતનું ખાતું
મહિલા આઈપીએલમાં આરસીબીએ જીતનું ખાતું ખોલાવ્યું છે. સળંગ પાંચ હાર બાદ આરસીબીએ યુપીને 5 વિકેટથી હાર આપી હતી. કનિકા આહુજાએ 30 બોલમાં 46 રન બનાવ્યા હતા. રિચા ઘોષ 32 બોલમાં 31 રન બનાવી નોટ આઉટ રહી હતી.
Three 4️⃣s in an over 🔥
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2023
Kanika Ahuja is playing an important role in the chase for #RCB as she has quickly moved to 44* off 26
Follow the match ▶️ https://t.co/uW2g78eMJa#TATAWPL | #UPWvRCB pic.twitter.com/3Iw4wrvZmQ
આરસીબીને પાંચમો ફટકો
17 ઓવરના અંતે આરસીબીનો સ્કોર 5 વિકેટના નુકસાન 120 રન છે. કનિકા આહુજા 30 બોલમાં 46 રન બનાવી આઉટ થઈ. 18 બોલમાં જીતવા 12 રનની જરૂર છે.
53 બોલમાં 60 રનની જરૂર
આરસીબીએ મહિલા આઈપીએલની પ્રથમ સિઝનમાં જીતનું ખાતું ખોલાવવા 53 બોલમાં 60 રનની જરૂર છે. આરસીબી તેની પાંચેય મેચ હારી ચુક્યું છે અને પોઇન્ટ ટેબલમાં તળિયે છે.
આરસીબીને ચોથો ફટકો
આરસીબીને ચોથો ફટકો લાગ્યો છે. 9 ઓવરના અંતે આરસીબીએ 4 વિકેટ ગુમાવી 60 રન બનાવી લીધા છે. નાઈટ 24 રન બનાવી પેવેલિયન પરત ફરી.
આરસીબી 50 રનને પાર
આરસીબીએ 8 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 55 રન બનાવી લીધા છે. નાઈટ 24 અને આહુજા 6 રને રમતમાં છે. સ્મૃતિ મંધાના ખાતુ પણ ખોલી શકી નહોતી.