(Source: ECI/ABP News/ABP Majha)
Cricket Record: ફક્ત છ રન પર ઓલઆઉટ થઇ આખી ટીમ, નવ બેટ્સમેન ખાતુ પણ ખોલાવી શક્યા
વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16 મેચમાં મધ્યપ્રદેશ અને સિક્કિમની ટીમ આમને-સામને હતી
Lowest Score In Cricket History: વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16 મેચમાં મધ્યપ્રદેશ અને સિક્કિમની ટીમ આમને-સામને હતી પરંતુ આ મેચમાં સિક્કિમે તેના ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ નોંધાવ્યો છે. વાસ્તવમાં મધ્યપ્રદેશ સામેની મેચમાં સિક્કિમની આખી ટીમ માત્ર 6 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે લગભગ 212 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા આ શરમજનક રેકોર્ડ બીએસના નામે હતો. BSની ટીમ ઈંગ્લેન્ડ સામે 12 જૂન 1810ના રોજ 6 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સિક્કિમનો દાવ 6 રનમાં સમેટાઈ ગયો હતો.
જો કે મધ્યપ્રદેશ અને સિક્કિમ વચ્ચેની મેચની વાત કરીએ તો બંને ટીમો વચ્ચેની આ મેચ સુરતના ખોલવાડના જીમખાના ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં મધ્યપ્રદેશે સિક્કિમને હરાવ્યું હતું. આ સાથે જ સિક્કિમની ટીમ પ્રથમ દાવમાં માત્ર 43 રનમાં સમેટાઈ ગઈ હતી. બંને ટીમો વચ્ચેનો મુકાબલો બુધવારે શરૂ થયો હતો. આ મેચમાં મધ્યપ્રદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મધ્યપ્રદેશે તેનો પ્રથમ દાવ 414 રનમાં ડિકલેર કર્યો હતો.
મધ્યપ્રદેશના 414 રનના જવાબમાં સિક્કિમની ટીમ પ્રથમ દાવમાં માત્ર 43 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે, પ્રથમ દાવ પછી એવું માનવામાં આવતું હતું કે સિક્કિમની ટીમ મેચ હારી જશે પરંતુ ભાગ્યે જ કોઈએ અનુમાન કર્યું હશે કે આખી ટીમ માત્ર 6 રનમાં સમેટાઈ જશે. જો કે, મધ્યપ્રદેશની ટીમે સિક્કિમ સામેની આ મેચ એક ઇનિંગ્સ અને 365 રનના વિશાળ માર્જિનથી જીતી હતી. મધ્યપ્રદેશ તરફથી ગિરિરાજ શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. ગિરિરાજ શર્માએ 1 રન આપીને 5 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય અલિફ હસને 5 ઓવરમાં 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા.
India vs Bangladesh: ટીમ ઇન્ડિયા પર બોજ બની રહ્યો છે આ ખેલાડી, બાંગ્લાદેશ વિરુદ્ધ ખરાબ રીતે રહ્યો ફ્લોપ
ભારતીય ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ ઘણી રીતે અલગ હતો. વન-ડે સીરિઝમાં ટીમનો પરાજય થયો હતો ત્યારે ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખતા પ્રથમ ટેસ્ટમાં જીત મેળવી હતી. પ્રથમ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ બીજી મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ શ્રેણી દરમિયાન એક ખેલાડી એવો હતો જેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને તેને મોટી જવાબદારી પણ સોંપવામાં આવી હતી પરંતુ તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ મીરપુરમાં રમાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા વન-ડે સીરિઝમાં ઈજાના કારણે બંને ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી કેએલ રાહુલને આપવામાં આવી હતી પરંતુ તે ખરાબ ફોર્મમાંથી બહાર આવી શક્યો નહોતો. ઇનિંગ્સની શરૂઆત કરીને તે બે ટેસ્ટની ચારેય ઇનિંગ્સમાં રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે સૌથી મોટી ઇનિંગ્સ 23 રનની રમી હતી