શોધખોળ કરો

ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ

6 મહિના બાદ બ્લુ જર્સીમાં વાપસી કરશે વિરાટ; સચિન તેંડુલકર અને પોન્ટિંગના વર્લ્ડ રેકોર્ડ જોખમમાં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિરાટ કોહલી 6 મહિના બાદ બ્લુ જર્સીમાં ઇંગ્લેન્ડ સામે રમશે.
  • આ વનડે શ્રેણીમાં કોહલીના નિશાના પર 7 મોટા રેકોર્ડ્સ છે.
  • સચિન, રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોના રેકોર્ડ તૂટવાની શક્યતા છે.
  • સૌથી ઝડપી 15,000 રન, લિસ્ટ A સદી જેવા લક્ષ્યો સામેલ.

Virat Kohli 7 records list: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 14 જુલાઈથી રમાનારી રોમાંચક વનડે શ્રેણીને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ શ્રેણીમાં ક્રિકેટ પ્રેમીઓની નજર ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ‘કિંગ’ વિરાટ કોહલી પર ટકેલી રહેશે. તેનું મુખ્ય કારણ એ છે કે વિરાટ કોહલી લાંબા સમયના એટલે કે લગભગ 6 મહિનાના બ્રેક બાદ ફરી એકવાર બ્લુ જર્સીમાં મેદાન પર ધમાકો કરવા માટે સજ્જ થયો છે. ઇંગ્લેન્ડની ધરતી પર વિરાટનો જૂનો રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે, તેથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાનારી પ્રથમ વનડેમાં તેની પાસેથી એક મોટી અને ધમાકેદાર ઇનિંગ્સની આશા રાખવામાં આવી રહી છે.

દુનિયાભરમાં ‘રેકોર્ડ મશીન’ તરીકે જાણીતો વિરાટ કોહલી દર મેચે ક્રિકેટના ઇતિહાસમાં કંઈક નવું પાનું લખતો હોય છે. 14 જુલાઈથી શરૂ થઈને 19 જુલાઈ સુધી ચાલનારી આ 3 મેચોની ટૂંકી વનડે શ્રેણીમાં કોહલીના નિશાના પર એક કે બે નહીં, પરંતુ પૂરા 7 મોટા રેકોર્ડ્સ રહેલા છે. જો આ સીરીઝમાં તેનું બેટ ચાલશે તો ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરથી લઈને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોના રેકોર્ડ ધ્વસ્ત થઈ જશે.

વિરાટ કોહલીના નિશાના પર રહેલા આ 7 મોટા રેકોર્ડ્સ પર નજર કરો:

  1. સૌથી ઝડપી 15,000 વનડે રન: વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 15,000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હાલમાં સચિન તેંડુલકર (377 ઇનિંગ્સ) ના નામે છે. જ્યારે વિરાટે અત્યાર સુધી 299 ઇનિંગ્સમાં 14,797 રન બનાવી લીધા છે. આ શ્રેણીમાં તે માત્ર 203 રન બનાવતાની સાથે જ સચિનનો આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
  2. લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદી: લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ 60 સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે, જ્યારે વિરાટ પાસે હાલ 59 સદી છે. જો વિરાટ આ શ્રેણીમાં 2 સદી ફટકારે છે તો તે સચિનને પાછળ છોડી દેશે.
  3. ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ઇન્ટરનેશનલ સદી: ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને સૌથી વધુ 9 સદી ફટકારેલી છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા 8-8 સદી સાથે બીજા સ્થાને છે. વિરાટને ટોચ પર પહોંચવા માટે વધુ 2 સદીની જરૂર છે.
  4. નંબર 3 પર રમતા 16,000 રન: વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા કુલ 15,919 રન બનાવ્યા છે. આ પોઝિશન પર પોતાના 16,000 રન પૂરા કરવા માટે તેને હવે માત્ર 81 રનની જ દરકાર છે.
  5. ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ 50+ સ્કોર: ઇંગ્લેન્ડ સામે વનડેમાં સૌથી વધુ 15 વખત પચાસ કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે, જ્યારે વિરાટે 13 વાર આ કારનામું કર્યું છે. સંગાકારાને પછાડવા માટે વિરાટે આ શ્રેણીમાં 3 અડધી સદી ફટકારવી પડશે.
  6. ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ રન (ભારત માટે): ઇંગ્લેન્ડમાં ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ 1,428 વનડે રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. વિરાટ કોહલી હાલ રોહિતથી માત્ર 79 રન પાછળ છે, જે તે સરળતાથી વટાવી શકે છે.
  7. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા: વિરાટ કોહલીએ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,772 ચોગ્ગા માર્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 2,781 ચોગ્ગા સાથે ત્રીજા સ્થાને છે. આ સીરીઝમાં માત્ર 10 ચોગ્ગા ફટકારીને વિરાટ પોન્ટિંગને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચી જશે.

આ પણ વાંચોઃ IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી

Frequently Asked Questions

આગામી વનડે શ્રેણીમાં ક્રિકેટ પ્રેમીઓની નજર વિરાટ કોહલી પર શા માટે ટકેલી છે?

વિરાટ કોહલી લગભગ 6 મહિનાના લાંબા બ્રેક બાદ બ્લુ જર્સીમાં મેદાન પર પરત ફરી રહ્યો છે. ઇંગ્લેન્ડની ધરતી પર તેનો જૂનો રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે.

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 15,000 રન બનાવવાનો રેકોર્ડ તોડવા કોહલીને કેટલા રન જોઈશે?

વિરાટ કોહલીને વનડેમાં સૌથી ઝડપી 15,000 રન બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવા માટે 203 રનની જરૂર છે. તે 299 ઇનિંગ્સમાં 14,797 રન બનાવી ચૂક્યો છે.

લિસ્ટ A ક્રિકેટમાં સચિન તેંડુલકરનો સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડવા કોહલીને કેટલી સદી જોઈશે?

લિસ્ટ A ક્રિકેટમાં સચિન તેંડુલકરના નામે 60 સદી છે, જ્યારે વિરાટ પાસે હાલ 59 સદી છે. જો વિરાટ આ શ્રેણીમાં 2 સદી ફટકારે તો તે સચિનને પાછળ છોડી દેશે.

નંબર 3 પર બેટિંગ કરતા 16,000 રન પૂરા કરવા માટે વિરાટ કોહલીને કેટલા રનની જરૂર છે?

વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા 15,919 રન બનાવ્યા છે. આ પોઝિશન પર પોતાના 16,000 રન પૂરા કરવા માટે તેને હવે માત્ર 81 રનની જરૂર છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારવાના રેકોર્ડમાં કોહલી કોને પાછળ છોડી શકે છે?

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારવાના રેકોર્ડમાં રિકી પોન્ટિંગને પાછળ છોડી શકે છે. તેને પોન્ટિંગને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચવા માટે માત્ર 10 ચોગ્ગાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget