શોધખોળ કરો

Asia Cup 2022: આ સિઝનમાં સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન બન્યો વિરાટ, આ ભારતીયે લીધી સૌથી વધુ વિકેટો

ભારત ભલે એશિયા કપમાંથી ફેંકાઇ ગઇ હોય, પરંતુ આ ટૂર્નામેન્ટમાં બેટિંગની સાથે બૉલિંગ પર પણ ભારતીયોનો કબજો છે. અત્યારે એશિયા કપ 2022માં ભુવનેશ્વર કુમારના નામે સૌથી વધુ વિકેટો છે.

Asia Cup 2022: એશિયા કપમાંથી ભારતીય ટીમ સુપર 4 રાઉન્ડમાં ખરાબ પ્રદર્શનના કારણે બહાર ફેંકાઇ ગઇ છે, પરંતુ વિરાટની વિરાટ ઇનિંગે તમામના દિલ જીતી લીધા છે. ગઇકાલે રાત્રે અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર 122 રનની ઇનિંગ રમીને પોતાની 71મી ઇન્ટરનેશનલ સદી બનાવી હતી. આ સાથે જ વિરાટ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વિરાટ એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલીએ એશિયા કપ 2022ની આ સિઝનમાં 5 મેચો રમી છે, જેમાં 92ની એવરેજ અને 147.59 સ્ટ્રાઇકરેટથી 276 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 20 ચોગ્ગા સાથે કુલ 11 છગ્ગા ફટકાર્યા છે. પરંતુ કોહલીનો આ તાજ ટુકં સમયમાં પાકિસ્તાની ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છીનવી શકે છે. હાલમાં રિઝવાનના નામે આ ટૂર્નામેન્ટમાં 212 રન છે, અને તે હાલમાં જબરદસ્ત ફૉર્મમાં છે. રિઝવાનના હજુ એશિયા કપમાં ફાઇનલ સહિત બે મેચો રમવાની છે, જો આ મેચોમા તે સારી બેટિંગ કરશે તો કોહલીને તાજ છીનવાઇ શકે છે.

એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સેમેનો - 

વિરાટ કોહલી - 276 રન
મોહમ્મદ રિઝવાન - 212 રન
ઇબ્રાહિમ જાદરાન - 196 રન
કુસલ મેન્ડિસ - 155 રન
રહમાનુલ્લાહ ગુરબાજ - 152 રન

ખાસ વાત છે કે, ભારત ભલે એશિયા કપમાંથી ફેંકાઇ ગઇ હોય, પરંતુ આ ટૂર્નામેન્ટમાં બેટિંગની સાથે બૉલિંગ પર પણ ભારતીયોનો કબજો છે. અત્યારે એશિયા કપ 2022માં ભુવનેશ્વર કુમારના નામે સૌથી વધુ વિકેટો છે.

એશિયા કપ 2022માં સૌથી વધુ વિકેટો લેનારા બૉલરો -

ભુવનેશ્વર કુમાર - 11 વિકેટો
મોહમ્મદ નવાઝ - 8 વિકેટો
મુઝીબ ઉર રહેમાન - 7 વિકેટો
શાદાબ ખાન - 7 વિકેટો
રાશિદ ખાન - 6 વિકેટો

વિરાટે 1021 દિવસ બાદ ફટકારી સદી  - 
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે, તેને અફઘાનિસ્તાન સામે 61 બૉલમાં અણનમ 122 રન બનાવ્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેના બેટમાંથી સદી નીકળી છે. આ પહેલા કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવેમ્બર 2019માં સદી લગાવી હતી. 

માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો...
આ સાથે કિંગ કોહલીના નામે T20 ઈન્ટરનેશનલમાં 3584 રન બની ગયા છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને બીજા ક્રમે આવી ગયો છે. આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં 3500થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યોSurat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget