શોધખોળ કરો

IND vs BAN: કિંગ કોહલીએ બનાવ્યો 'વિરાટ' રેકોર્ડ, વર્લ્ડકપમાં ત્રણ હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો 

બાંગ્લાદેશ વિરૂદ્ધ આ ઇનિંગ સાથે કોહલીએ T20 વર્લ્ડ કપમાં 1200 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

Virat Kohli 3,000 Runs In World Cup: વિરાટ કોહલી(virat kohli)એ વર્લ્ડ કપ (world cup 2024)સ્ટેજ પર ઈતિહાસ રચી દીધો. આ દિવસોમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024માં કોહલીએ બાંગ્લાદેશ સામે રમતી વખતે વર્લ્ડ કપ (ODI અને T20 વર્લ્ડ કપ સહિત)માં 3,000 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. કોહલી આ આંકડાને સ્પર્શનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં કોહલીએ 28 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 37 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ વિરૂદ્ધ આ ઇનિંગ સાથે કોહલીએ T20 વર્લ્ડ કપમાં 1200 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી 32 મેચોની 30 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 63.52ની એવરેજ અને 129.78ની સ્ટ્રાઇક રેટથી 1207 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 14 અડધી સદી ફટકારી છે, જેમાં હાઈ સ્કોર 89* રન હતો.

આ સિવાય કોહલીએ વનડે વર્લ્ડ કપની 37 મેચોની 37 ઇનિંગ્સમાં 59.83ની એવરેજથી 1795 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5 સદી અને 12 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈ સ્કોર 117 રન છે. 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. કોહલીએ 11 મેચની 11 ઇનિંગ્સમાં બેટિંગ કરી અને 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા હતા.  આ દરમિયાન તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.

T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી બેટ શાંત હતું

તમને જણાવી દઈએ કે 2024 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચ પહેલા વિરાટ કોહલીનું બેટ શાંત દેખાતું હતું. પ્રથમ ત્રણ મેચમાં તે ડબલ ફિગર પણ પાર કરી શક્યો નહોતો. ટૂર્નામેન્ટની પ્રથમ ત્રણ મેચમાં કોહલીએ આયર્લેન્ડ સામે માત્ર 01 રન અને પાકિસ્તાન સામે 04 રન બનાવ્યા હતા, જ્યારે અમેરિકા સામેની મેચમાં કોહલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.

ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની સુપર-8 મેચમાં તેણે પોતાની લય પાછી મેળવી હતી અને 24 બોલમાં 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશ સામે તેણે સારી ઇનિંગ રમી અને પોતાની લય પાછી મેળવી લીધી, જેના માટે કોહલી જાણીતો છે. આવનારા દિવસોમાં પણ વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલીના બેટથી ખૂબ જ શાનદાર પ્રદર્શન જોવા મળી શકે છે.                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget