VIDEO: Virat Kohli એ ટીમ ઈન્ડિયા સાથે કરી જન્મદિવસની ઉજવણી, જુઓ શાનદાર વીડિયો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં છે. તેણે T20 વર્લ્ડ કપ 2022માં ચાર મેચમાં ત્રણ અડધી સદી ફટકારી છે.
Virat Kohli Birthday T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં છે. તેણે T20 વર્લ્ડ કપ 2022માં ચાર મેચમાં ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે આ ટૂર્નામેન્ટ પહેલા પણ ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલી આજે (5 નવેમ્બર 2022) પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે કોહલીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે કેક કાપી હતી. કોહલીની સાથે પેડી અપટને પણ કેક કાપી હતી. આજે પેડીનો પણ જન્મદિવસ પણ છે.
બીસીસીઆઈએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ જોવા મળે છે. જ્યારે કોહલી અને પેડી કેક કાપી રહ્યા છે. કેક કાપ્યા બાદ કોહલી અને પેડી સાથી ખેલાડીઓ સાથે મજાક પણ કરી હતી. કેક કાપ્યા બાદ કોહલીએ પહેલા પેડીને ખવડાવ્યું. આ સાથે જ પેડીએ કેક પણ કાપી અને કોહલીને પહેલા ખવડાવ્યું.
Birthday celebrations ON in Australia 🎂 🎉
— BCCI (@BCCI) November 5, 2022
Happy birthday @imVkohli & @PaddyUpton1 👏 👏 #TeamIndia | #T20WorldCup pic.twitter.com/sPB2vHVHw4
મહત્વપૂર્ણ છે કે કોહલી ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે આ વખતે ચાર મેચ રમી છે અને તમામમાં સારું પ્રદર્શન કર્યું છે. કોહલીએ પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી તેણે નેધરલેન્ડ સામે 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોહલીએ બાંગ્લાદેશ સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. જોકે, તે દક્ષિણ આફ્રિકા સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ મેચમાં તે 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે ઝિમ્બાબ્વે સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ગ્રુપ મેચ હશે.
ઈંગ્લેન્ડે શ્રીલંકાને હરાવી સેમીફાઈનલમાં બનાવી જગ્યા
શનિવારે સિડનીમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની જીત સાથે ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. સિડનીમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.
ઈંગ્લેન્ડની શરૂઆત મજબૂત રહી હતી. શ્રીલંકાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બટલરે 23 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હેલ્સે 30 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.