(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA: ‘તું જસપ્રીત બુમરાહથી ભાગી રહ્યો છે, વિશ્વાસ થઇ રહ્યો નથી’ કોહલીએ એલ્ગર પર કરેલી ટિપ્પણીનો વીડિયો વાયરલ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં સીરિઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે
કેપટાઉનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં સીરિઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ્યારે ટીમ ઇન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે વિરાટ કોહલી સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને ઉશ્કેરતો જોવા મળ્યો હતો.વાસ્તવમાં આ ઘટના આફ્રિકાની બીજી ઇનિંગની 11મી ઓવર દરમિયાન બની હતી. બુમરાહે 11મી ઓવર પૂર્ણ કરી ત્યારે વિરાટ કોહલીએ એલ્ગરને ઉશ્કેરતો એક વીડિયોમાં કેદ થયો હતો.
39 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે કે કોહલી એલ્ગરને કહી રહ્યો છે કે તને શું લાગે છે કે ડીન હું ચૂપ થઇ જઇશ. છેલ્લી મેચમાં મેન ઓફ ધ મેચ બનવા છતાં તું જસપ્રીત બુમરાહથી ભાગી રહ્યો છે, વિશ્વાસ થઇ રહ્યો નથી.વિરાટની ટિપ્પણી છતાં એલ્ગર શાંત જોવા મળ્યો હતો તેણે કોહલીને સામે જવાબ આપ્યો નહોતો.
— Bleh (@rishabh2209420) January 13, 2022
તે સિવાય સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં કોહલી ગુસ્સામાં જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી DRSના નિર્ણયથી એટલો બધો ગુસ્સે થઇ ગયો હતો કે તેણે સ્ટમ્પ પાસે આવેલા માઇકમાં ટિપ્પણી કરી હતી કે આખો દેશ મારી ટીમ વિરુદ્ધ રમી રહ્યો છે. વાસ્તવમાં અમ્પાયરે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને આઉટ કર્યો હતો પરંતુ રિવ્યૂ લીધા બાદ નિર્ણય ફેરવી દેવામા આવ્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી કોહલી ગુસ્સે થયો હતો.
IPL 2022: આ દેશમાં રમાઈ શકે છે IPLની આગામી સિઝન, UAE કરતાં પણ વધુ રોમાંચ હશે, મેચનો સમય પણ બદલાશે!
ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત, સહાયની રકમ વધારી
Petrol-Diesel: 50 લિટર સુધી પેટ્રોલ અને ડીઝલ મફતમાં મળશે! જાણો કેવી રીતે ઓફરનો લાભ લેશો