ઈંગ્લેન્ડનો આ સ્ટાર બોલર બોલ સાથે ચેડાં કરીને ચીટિંગ કરતો ઝડપાઈ ગયો, જાણો અંપાયરે શું કર્યું ?
ઈંગ્લેન્ડનો સ્ટાર બોલર બેન સ્ટોક્સ બોલ સાથે ચેડાં કરતો ઝડપાઇ હતો. તે બોલિંગ વખતે બોલને થૂંક લગાડતો જોવા મળ્યો. આ સમયે અમ્પાયર વિરેન્દ્ર શર્માએ તેને પકડી લીધો હતો અને આવી હરકત ન કરવા માટે ચેતાવણી આપી હતી. આ પહેલા સ્ટોક્સ અમદાવાદ ટેસ્ટ મેચમાં પણ આવી જ હરકત કરતો ઝડપાયો હતો.
પુણે: ઈંગ્લેન્ડનો સ્ટાર બોલર બેન સ્ટોક્સ બોલ સાથે ચેડાં કરતો ઝડપાઇ હતો. તે બોલિંગ વખતે બોલને થૂંક લગાડતો જોવા મળ્યો. આ સમયે અમ્પાયર વિરેન્દ્ર શર્માએ તેને પકડી લીધો હતો અને આવી હરકત ન કરવા માટે કહ્યું હતું.
કોરોનાની મહામારીના કારણે બોલને સેનેટાઇઝ કરવામાં આવે છે. આ સમયે બોલર બેન સ્ટોકસની આવી હરકત યોગ્ય ન હોવાથી એમ્પાયરે પણ તેમને ચેતવણી આપી હતી કે, આવી હરકત ફરીથી ન કરે. ઉલ્લેખનિય છે કે, જો આવી હરકત કોઇ પણ બોલર તરફથી ચેતાવણી આપ્યા બાદ પણ ફરીથી થાય તો સામેની ટીમને પાંચ રન આપવામાં આવે છે. ઇગ્લેન્ડ બોલર બેન સ્ટોક્સની હરકત પર એમ્પાયરે તેમને આવું ન કરવા માટે ટકોર કરી હતી અને ફરી તેને પ્રોટોકોલ સમજાવ્યા હતા.
સ્ટોક્સે આ પહેલા પણ અમદાવાદમાં પણ મેચ દરમિયાન આવી હરત કરી હતી. તેમણે પિન્ક બોલ પર થૂંક લગાવ્યું હતું અને તેને આવું ન કરવા માટે ચેતાવણી અપાઇ હતી. બીજી વખત તેમની આવી હરકત સામે આવી છે.
કોરોનાની મહામારીના કારણે કોવિડની ગાઇડ લાઇન મુજબ બોલને બેટને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. આવી મહામારીમાં ઇગ્લેન્ડના બોલર બેન સ્ટોક્સની આવી હરકત યોગ્ય નથી તે સ્વાભાવિક છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે ભારતની ઇનિંગ્સની ચોથી ઓવર ચાલી રહી હતી.
જ્યારે ભારતની ઇનિંગ્સની ચોથી ઓવર ચાલી રહી હતી ત્યારે ભારતનો સ્કોર 8 રનનો હતો. 8 રને એક પણ વિકેટ ન હતી ગઇ. આ સમયે ડોટ બોલ નાખ્યો હતો. બોલ સ્ટોક્સ પાસે પહોંચ્યો હતો, તે સ્લિપ કોર્ડનમાં ઊભો હતો અને આ સમયે બોલ હાથમાં લઇને બોલ પર થૂંક લગાવવા લાગ્યો હતો. ગયા વર્ષે જુનથી કોવિડ-૧૯ના લીધે આઇસીસીએ બોલ પર થૂંક લગાવવા લાગ્યો હતો. જો કે કોવિડના કારણે આ હરકત પર પ્રતિબંધ મૂકાય છે. . આઇસીસી કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ આ હરકત પર પ્રતિબંધ મૂકાયો છે. કોવિડના નિયમો મુજબ આ પ્રતિબંઘ છતાં પણ જો ખેલાડી આવી હરકત કરે તો એટલે કે બોલ પર થૂંક લગાવે તો નિયમ મુજબ પહેલા ખેલાડીને આ મુદે ચેતાવણી આપવામાં આવે છે, જો કે તેમ છતાં પણ જો ખેલાડી આ હરકતનું પુનરાર્વતન કરશે તો હરીફ ટીમને પાંચ રન પેનલ્ટી રૂપે આપવામાં આવે છે.