MS Dhoni નો ફેન છે વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી, ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ માહી માટે કહી આ મોટી વાત
વેસ્ટ ઈન્ડિઝે 3 ODI શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે શાનદાર સદી ફટકારી હતી.
Shai Hope On MS Dhoni: વેસ્ટ ઈન્ડિઝે 3 ODI શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે શાનદાર સદી ફટકારી હતી. શાઈ હોપે 83 બોલમાં 109 રનની અણનમ ઇનિંગ રમી હતી. શાઈ હોપની ODI કારકિર્દીની આ 16મી સદી છે. આ જીત બાદ શાઈ હોપે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. મહેંદ્ર સિંહ ધોની વિશે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે વાત કરી અને માહીના એક નિવેદનને ખાસ કરીને યાદ કર્યું છે.
Shai Hope talking about the advice of MS Dhoni which helped him.
- Thala, an icon!pic.twitter.com/MbMGGaikzp— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2023
મહેન્દ્ર સિંહ ધોની વિશે શાઈ હોપે શું કહ્યું ?
શાનદાર સદી ફટકાર્યા બાદ શાઈ હોપે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની જે રનનો પીછો કરવામાં માહેર છે, અંત સુધી હાર ન માનવાની સલાહ તેને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં પ્રેરિત કરી હતી. વાસ્તવમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 326 રનનો પીછો કરી રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમના 5 બેટ્સમેનો 213 રન પર પહોંચીને પેવેલિયનમાં જતા રહ્યા હતા. આ પછી શાઈ હોપે ધોની સાથેની વાતચીત યાદ કરી. કેરેબિયન કેપ્ટને કહ્યું કે મેં મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે તમે જેટલુ વિચારો છો તેની કરતા વધારે સમય તમારી પાસે હોય છે.
'ધોનીનું આ નિવેદન હંમેશા મારા મગજમાં ફરતું રહે છે'
કેરેબિયન કેપ્ટન શાઈ હોપે કહ્યું કે હું ઘણા વર્ષોથી ODI ફોર્મેટ રમી રહ્યો છું, ધોનીનું આ નિવેદન હંમેશા મારા મગજમાં ફરતું રહે છે. જો વેસ્ટ ઈન્ડિઝ-ઈંગ્લેન્ડ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 325 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. આ રીતે યજમાન ટીમને 326 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 48.5 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ રીતે વેસ્ટ ઈન્ડિઝ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. હવે આ શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરે એન્ટિગુઆમાં રમાશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial