શોધખોળ કરો

WT20 WC Final, Live Streaming: જાણો ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચ ક્યારે, ક્યાથી અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા મહિલા ટીમની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય ટી20માં રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો હંમેશા દબદબો રહ્યો છે,

Women’s T20 World Cup 2023 Final, AUS vs SA Live Streaming: આજે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે કેપટાઉનના ગ્રાઉન્ડ્સમાં ખિતાબી જંગ જામશે. સાંજે બન્ને ટીમો મેદાનમાં ચેમ્પીયન બનવા માટે ટકરાશે. એકબાજુ ચેમ્પીયન ટીમ ઓસ્ટ્રેલિયા છે, તો બીજીબાજુ સાઉથ આફ્રિકા ટીમ જે એકપણ વાર આઇસીસી ટ્રૉફી જીતવામાં ક્યારેય સફળ નથી થઇ શકી. 

ઓવર ઓલ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ટીમ આ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમીને ફાઇનલમાં પ્રવેશી છે, તો બીજીબાજુ સાઉથ આફ્રિકન ટીમે ગૃપ લીગ મેચોમાં નેટ રનરેટના આધાર પર સેમિ ફાઇનલમાં પ્રવેશી અને સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને 6 રનોથી હરાવીને ફાઇનલ સુધીનો સફર કર્યો છે. આજની મેચમાં આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો હાથ ઉપર દેખાઇ રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા મહિલા ટીમની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય ટી20માં રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો હંમેશા દબદબો રહ્યો છે, આઇસીસી ટી20 રેન્કિંગમાં કાંગારુ ટીમ નંબર 1 પર છે, તો સાઉથ આફ્રિકાની મહિલા ટીમ લિસ્ટમાં 5માં નંબર પર છે. આના હિસાબે માની શકાય કે આજે ફાઇનલ જીતવી સાઉથ આફ્રિકા ટીમ માટે કપરાં ચઢાંણ સાબિત થશે. જાણો અહીં બન્ને વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ..... 

ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે ફાઇનલ મેચ લાઇવ ?
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને વચ્ચેની આ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું તમે લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકો છો, આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Embed widget