શોધખોળ કરો

KL Rahul Asia Cup 2023: કેએલ રાહુલ ક્યારે મેદાન પર કરશે વાપસી, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

રાહુલ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા ફિટનેસ અપડેટ્સ શેર કરી રહ્યો છે. તે વિકેટકીપિંગ અને બેટિંગ બંને પર ધ્યાન આપી રહ્યો છે.

KL Rahul Asia Cup 2023 Team India:  ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ વિશે સારા સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ એશિયા કપ 2023 માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. તે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. રાહુલને IPL 2023 દરમિયાન ઈજા થઈ હતી. આ કારણથી તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. પરંતુ રાહુલે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બેટિંગની સાથે તે નેટ્સમાં વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે.

કયારે કરી શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના સમાચાર અનુસાર રાહુલ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. તે એશિયા કપ 2023માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે અને જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. રાહુલ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા ફિટનેસ અપડેટ્સ શેર કરી રહ્યો છે. તે વિકેટકીપિંગ અને બેટિંગ બંને પર ધ્યાન આપી રહ્યો છે. બેંગ્લોરમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીનો સ્ટાફ રાહુલની સંભાળ લઈ રહ્યો છે. તેની રિકવરી પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલની પ્રેક્ટિસના ઘણા વીડિયો સામે આવ્યા છે. તે નેટમાં ઘણો પરસેવો પાડી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by KL Rahul👑 (@klrahul)

ક્યારે થઈ હતી ઈજા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એક મેચ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. તે ફિલ્ડિંગ દરમિયાન ગંભીર ઈજાનો શિકાર બન્યો હતો. આ પછી રાહુલે ઓપરેશન કરાવ્યું. હવે તે મેદાન પર પાછો ફર્યો છે. તે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. જણાવી દઈએ કે રાહુલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. અને છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2023માં રમાઈ હતી. આ મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે હતી. રાહુલે IPL 2023માં છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી.

કેએલ રાહુલનું કેવું છે કરિયર

કેએલ રાહુલે  47 ટેસ્ટમાં 33.4ની સરેરાશથી 2642 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 13 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 199 રન છે. જ્યારે 54 વન ડેમાં તેણે 45.1ની સરેરાશથી 1986 રન ફટકાર્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 13 અડધી સદી મારી છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 112 રન છે, જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 72 મેચમાં 139.1ના સ્ટ્રાઇક રેટથી 2265 રન બનાવ્યા છે, 110 રન નોટઆઉટ તેનો ટોપ સ્કોર છે. આઈપીએલની 118 મેચમાં તેણે 4 સદી અને 33 અડધી સદીની મદદથી 4163 રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget