IND W vs PAK W: ભારતે પાકિસ્તાનને જીતવા આપ્યો 245 રનનો ટાર્ગેટ, પૂજા વસ્ત્રાકરના 67 રન
IND vs PAK: આજે મહિલા વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે.
IND W vs PAK W : આજે મહિલા વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. બંને ટીમો આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરી રહી છે. ભારતની કેપ્ટમ મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 244 રન બનાવ્યા છે.
ધબડકા બાદ પૂજા વસ્ત્રાકર - સ્નેહા રાણાએ સંભાળી ઈનિંગ
ટીમ ઈન્ડિયાને ઈનિંગની ત્રીજી ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. ઓપનર શેફાલી વર્મા ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફરી હતી. જેને ડાયના બેગે ક્લીન બોલ્ડ કરી હતી. દિપ્તી શર્માને નર્શા સંધુએ 40 રનના અંગત સ્કોર પર બોલ્ડ કરતાં ભારતને બીજો ફટકો લાગ્યો હતો. સ્મૃતિ મંધાના 52 રન બનાવી આઉટ થતાં ભારતને ત્રીજો ફટકો લાગ્યો. જે બાદ ભારતનો ધબકડો થયો હતો. ભારતે કુલ 18 રનના ગાળામાં 5 વિકેટ ગુમાવી હતી. 96 રને પર 1 વિકેટથી ભારતનો સ્કોર 114 રન પર 6 વિકેટ થઈ ગયો હતો. જે બાદ પૂજા વસ્ત્રાકરે 69 રન અને સ્નેહા રાણાએ નોટ આઉટ 53 રન બનાવી ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. પાકિસ્તાન તરફથી સંધુ અને નિદા ડારને 2-2 વિકેટ મળી હતી.
From 114/6 to 244/7 👊
— ICC (@ICC) March 6, 2022
India recover from a difficult situation thanks to brilliant innings from Pooja Vastrakar (67) and Sneh Rana (53*).
Can Pakistan chase it down?#CWC22 pic.twitter.com/oMkQKhqFMt
ભારતની પ્લેઈંગ ઈલેવનઃ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌરપ, મિતાલી રાજ, ઋષા ઘોષ, સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વસ્ત્રકર, રાજેશ્વરી ગાયકવાડ
પાકિસ્તાનની ટીમઃ ઝાવેરિયા ખાન, સિદરા અમીન, બિસ્માહ મારુફ, ઓમૈમા સોહેલ, નિદા ડાર, આલિયા રિયાઝ, ફાતિમા સના, સિદરા નવાજ, ડાયના બેગ, નશરા સંધૂ, અનમ અમીન
ભારતનો કેવો છે રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ 10 વન ડે મેચમાં આમને સામને ટકરાયા છે. તમામ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. મહિલા વન ડે વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. જેમાં ભારતનો ભવ્ય વિજય થયો છે.