શોધખોળ કરો

U19 Women's World Cup Final: આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચેમ્પીયન માટે ટક્કર, શેફાલી પાસે ઇતિહાસ રચવાની તક, જાણો

આજે રવિવારે એટલે કે 29 જાન્યુઆરીએ ભારતીય અંડર-19 મહિલા ટીમ શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે.

India in U19 Women's World Cup: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અંડર 19 વૂમન્સ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. ટી20 ફૉર્મેટમાં આ ટૂર્નામેન્ટની આ પહેલી સિઝન રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયા જ્યાં એકબાજુ ન્યૂઝીલેન્ડને સેમિ ફાઇનલમાં હરાવીને આવી છે, તો બીજીબાજુ ઇંગ્લેન્ડની મહિલા ટીમ પણ ઓસ્ટ્રેલિયાને માત આપીને ફાઇનલમાં પહોંચી છે. બન્ને ટીમો આજે આફ્રિકાના ગ્રાઉન્ડ પર પહેલીવાર ચેમ્પીયન બનવા માટે ટકરાશે. જાણો મેચની ડિટેલ્સ..... 

આજે રવિવારે એટલે કે 29 જાન્યુઆરીએ ભારતીય અંડર-19 મહિલા ટીમ શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. આજની મેચ સેનવેસ સ્પૉર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાઉથ આફ્રિકાના મેદાનમાં રમાશે. આ વખતે દક્ષિણ આફ્રિકામાં ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. ભારત તેની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ ટાઈટલ મેચ રવિવારે (29 જાન્યુઆરી) ભારતીય સમય અનુસાર સાંજે 5:15 વાગ્યાથી પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્કમાં રમાશે.

સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું - 
આ મેદાન પર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઇનલ રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. પરંતુ ભારતીય ટીમ માટે ફાઈનલમાં ઈંગ્લેન્ડને ટક્કર આપવી સરળ નહીં હોય. ઈંગ્લેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. તેણે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, આયરલેન્ડ, રવાન્ડા, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેને હરાવ્યા છે.

જ્યારે ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સેમીફાઈનલ સહિત 6 મેચ રમી છે, જેમાં તેણે 5માં જીત મેળવી છે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ (સેમીફાઈનલ), શ્રીલંકા, સ્કોટલેન્ડ, UAE અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે.

ઓસ્ટ્રેલિયા 3 રનથી હારી ગયું હતું - 
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની મહિલા અંડર-19 ટીમે 99 રન બનાવ્યા હતા. ટીમ માટે એલેક્સ સ્ટોનહાઉસે 25 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. કેપ્ટન ગ્રેસ સ્ક્રિવેન્સે 20 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મેગી ક્લાર્ક, ઇલા વાયવાર્ડ અને સિએના ગિંગરે 3-3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 19મી ઓવરમાં 96 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી છે - 
ICC અંડર-19 T20 વર્લ્ડકપની આ પ્રથમ સિઝનમાં 18 વર્ષની ભારતીય બેટ્સમેન શ્વેતા સેહરાવતે ધૂમ મચાવી છે. તેણે ટૂર્નામેન્ટમાં 6 મેચ રમી જેમાં તેણે સૌથી વધુ 292 રન બનાવ્યા. શ્વેતા ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. બીજા નંબર પર કેપ્ટન શેફાલી છે જેણે 6 મેચમાં 157 રન બનાવ્યા છે. શેફાલી પણ સિનિયર ટીમની મહત્વની સભ્ય છે.

બોલિંગમાં લેગ સ્પિનર ​​પાર્શ્વી ચોપડાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 5 મેચમાં 9 વિકેટ ઝડપી છે. પાર્શ્વી સેમીફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. તેણે 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. શ્વેતાએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં 45 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Embed widget