IND-W vs AUS-W, T20-WC: સેમિ ફાઇનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 5 રનથી હાર, કાંગારુ ટીમ ફાઇનલમાં પહોંચી
India vs Australia, Women T20 WC 2023: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ભારતીય મહિલા ટીમની મેચ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સામે થઇ રહી છે, આજે બન્ને ટીમો સેમિ ફાઇનલ રમી રહી છે,
LIVE
Background
India vs Australia, Women T20 WC 2023: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ભારતીય મહિલા ટીમની મેચ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સામે થઇ રહી છે, આજે બન્ને ટીમો સેમિ ફાઇનલ રમી રહી છે, જે જીતશે તે ફાઇનલની ટિકીટ પાક્કી કરી લેશે. ભારતીય ટીમનો સફર આ ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ આ ટી20 વર્લ્ડકપમાં અજય રહી છે.
ભારતની ઇનિંગની
આજની મેચમા વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન ટીમે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં કાંગારુ ટીમે નિર્ધારિત 20 ઓવરની રમત દરમિયાન 4 વિકેટો ગુમાવીને 172 રન બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાને જીતવા માટે 173 રનોનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય મહિલા ટીમની ઇનિંગની વાત કરીએ તો, 173 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી હતી, બાદમાં કેપ્ટન હરમન પ્રીત કૌર અને જેમીમા રૉડ્રિગ્ઝે શાનદાર પાર્ટનરશીપ કરી અને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. જોકે, અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન હરમન પ્રીત કૌરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી, હરમને 52 રન અને જેમીમાએ 43 રનની ઇનિંગ રમી હતી.
રોમાંચક સેમિ ફાઇનલમાં ભારતની હાર
આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયન ટીમ સામે હાર થઇ છે, ઓસ્ટ્રેલિયન ટીમે રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમને માત્ર 5 રનથી હરાવી દીધી છે. આ મેચમાં જીત સાથે જ ઓસ્ટ્રેલિયા આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પહોંચી ગઇ છે, હવે કાંગારુ ટીમની ફાઇનલમાં ટક્કર બીજી સેમિ ફાઇનલમાં જીતનારી ટીમ સામે થશે. બીજી સેમિ ફાઇનલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.
ભારતનો સ્કૉર 150 રનને પાર
17.3 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 150 રનને પાર પહોંચી ચૂક્યો છે. ક્રિઝ દિપ્તી શર્મા 9 રન અને સ્નેહ રાણા 7 રન બનાવીને રમી રહી છે.
હરમનપ્રીત અને જેમીના ક્રિઝ પર
8 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 74 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર કેપ્ટન હરમનપ્રીત કૌર 28 રન અને જેમીમા રૉડ્રિગ્ઝ 25 રન બનાવીને રમી રહી છે.
ભારતનો સ્કૉર 50 રનને પાર
ટીમ ઇન્ડિયાનો સ્કૉર 50 રનને પાર થઇ ચૂક્યો છે, 6 ઓવરના અંતે ભારતનો સ્કૉર 3 વિકેટના નુકશાને 59 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન હરમન પ્રીત કૌર 18 રન અને જેમીમા રૉડ્રિગ્ઝ 20 રન બનાવીને રમી રહી છે.