શોધખોળ કરો

World Cup 2023 Points Table: અફઘાનિસ્તાન સામે જીત બાદ પોઇન્ટ્સ ટેબલમાં ટીમ ઇન્ડિયાની છલાંગ, પાકિસ્તાનને પછાડ્યું

World Cup 2023: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. અહીં ન્યૂઝીલેન્ડની ટીમ હજુ પણ નંબર વન પર છે.

World Cup 2023: વર્લ્ડ કપ 2023માં ગત રાત્રે (11 ઓક્ટોબર) ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર રીતે જીત મેળવી હતી. ભારતીય ટીમે બેટિંગ ફ્રેન્ડલી વિકેટ પર અફઘાનિસ્તાનને 272 રન પર ઓલઆઉટ કર્યું હતું. પછી આક્રમક બેટિંગ કરીને માત્ર 35 ઓવરમાં જ આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો. ભારતે અહીં 8 વિકેટે જીત મેળવી હતી. આ મોટી જીતે વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાના નેટ રન રેટને સુધારવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હવે લેટેસ્ટ રન રેટ સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. અહીં ન્યૂઝીલેન્ડની ટીમ હજુ પણ નંબર વન પર છે.

નોંધનીય છે કે આ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ 10 ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ટીમ અન્ય તમામ 9 ટીમો સાથે એક-એક મેચ રમશે. આ રીતે પ્રથમ રાઉન્ડમાં કુલ 45 મેચો રમાશે. જે ચાર ટીમો અહીં ટોચ પર રહેશે તે સેમિફાઇનલમાં પહોંચશે. હાલ ન્યૂઝીલેન્ડ અને ભારતની સાથે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમો ટોપ-4માં સામેલ છે.

છેલ્લી આઠ મેચોના પરિણામ આવા રહ્યા છે

વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે 82 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને 81 રને હરાવ્યું હતું. ત્રીજી મેચમાં બાંગ્લાદેશે 92 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું હતું. પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી મેચ જીતી લીધી હતી. છઠ્ઠી મેચમાં ન્યૂઝીલેન્ડે નેધરલેન્ડને 99 રનથી હરાવ્યું હતું. સાતમી મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 137 રનથી ખરાબ રીતે હરાવ્યું હતું, જ્યારે આઠમી મેચમાં પાકિસ્તાને શ્રીલંકા સામે 6 વિકેટે જીત મેળવી હતી. નવમી મેચ ભારતના નામે રહી હતી. ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવીને જીત મેળવી હતી.

ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. કપિલ દેવનો રેકોર્ડ તોડતા તેણે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જ્યારે ભારતીય કેપ્ટને 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 131 રનની ઇનિંગ રમી હતી. રોહિત ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે. જ્યારે અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 35 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારતની જીતમાં રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહે સૌથી મોટો ફાળો આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Embed widget