શોધખોળ કરો

RCB-W vs MI-W, Match Highlights: મુંબઈ ઈન્ડિયન્સે RCBને 4 વિકેટથી મ્હાત આપી, અમેલિયા કેરનું શાનદાર પ્રદર્શન

મહિલા પ્રીમિયર લીગ (WPL) ની 19મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ મહિલા ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી.

WPL 2023- Full Match Highlights: મહિલા પ્રીમિયર લીગ (WPL) ની 19મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ મહિલા ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમને 126 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 16.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો અને ફરી એકવાર પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવી લીધું હતું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમ તરફથી અમેલિયા કેરનું બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

126 રનના ટાર્ગેટનો પીછો કરતા  મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી.  જેમાં હેલી મેથ્યુસ અને યાસ્તિકા ભાટિયાએ પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને મેચને સંપૂર્ણપણે એકતરફી કરી દીધી. પરંતુ આ પછી મુંબઈ ઈન્ડિયન્સે 73ના સ્કોર સુધી પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.

અહીંથી અમેલિયા કેરે પૂજા વસ્ત્રાકર સાથે મળીને 5મી વિકેટ માટે 47 રનની મેચ વિનિંગ ભાગીદારી કરીને ટીમને આ મેચમાં આસાન જીત અપાવી હતી. અમેલિયાએ 31 રનની ઇનિંગ રમી હતી.  જ્યારે પૂજાએ 19 રન બનાવ્યા હતા. RCB મહિલા ટીમ માટે આ મેચમાં કનિકા આહુજાએ 2 જ્યારે મેગન શુટ, શ્રેયંકા પાટીલ, એલિસ પેરી, આશા શોબાનાએ 1-1 વિકેટ લીધી હતી.

એમેલિયા અને નતાલી સિવર બ્રન્ટે શાનદાર બોલિંગ કરી હતી

આ મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી  બોલરોએ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો જ્યાં આરસીબીની ટીમને 33 રનના સ્કોર પર પ્રથમ 2 વિકેટ મળી હતી.

આ પછી  આરસીબીની ઇનિંગ્સમાં વારંવાર અંતરાલ પર વિકેટો પડવાનું શરુ રહ્યું હતું.  જેમાં તેણે 95ના સ્કોર સુધી તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી. 20 ઓવરના અંતે આરસીબી મહિલા ટીમ 9 વિકેટના નુકસાન પર 125 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગમાં એમેલિયા કેરે 3 જ્યારે નતાલી સિવર બ્રન્ટ અને ઈસી વાંગે 2-2 વિકેટ લીધી હતી. 
 
IPL 2023 New Rules: ગત સીઝનથી કેટલી અલગ હશે આ વર્ષની આઇપીએલ? 

આઈપીએલની 16મી સીઝન આઈપીએલની અન્ય તમામ સીઝનથી ઘણી અલગ હશે. IPL 2023માં ઘણા નવા નિયમો સામેલ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ ટૂર્નામેન્ટનો ઉત્સાહ પહેલા કરતા વધી જશે. આ વર્ષે દર્શકોને IPL ફોર્મેટથી લઈને DRS સિસ્ટમ સુધીની દરેક બાબતમાં ફેરફાર જોવા મળશે.

 IPL 2023 ફોર્મેટ

-IPLની 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.

-ગ્રુપ્સને નિર્ધારિત કરવા માટે રેન્ડમ ડ્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે નક્કી કરે છે કે બે જૂથોમાંની દરેક ટીમ કઈ ટીમ સામે એક વખત અને કોની સામે બે વખત રમશે.

-ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ તેના ગ્રુપની અન્ય ચાર ટીમો સાથે બે વખત રમશે (એક હોમગ્રાઉન્ડ અને એક અન્ય સ્થળે રમશે), બીજા ગ્રુપની ચાર ટીમો પ્રત્યેક એક વખત અને બાકીની ટીમ 2 મેચમાં રમશે. આ રીતે દરેક ટીમ 14 મેચ રમશે.

-IPL પોઈન્ટ ટેબલની વાત કરીએ તો વિજેતા ટીમને 2 પોઈન્ટ મળશે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે અને પછી જો મેચ ડ્રોમાં સમાપ્ત થાય અથવા પરિણામ ન આવે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે.

-પ્લેઓફ ગ્રુપની મેચો એ જ રીતે યોજાશે જેવી રીતે અગાઉ યોજાતી હતી.

IPL 2023ના નવા નિયમો

-બીસીસીઆઈએ આઈપીએલની આ સીઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નવો અને મજેદાર નિયમ બનાવ્યો છે. આ નિયમ ટીમની હાર અને જીતમાં મોટો ફરક લાવી શકે છે.

-આ નવા નિયમ હેઠળ ટોસ સમયે ટીમે તેમની પ્લેઈંગ ઈલેવન સાથે 4 વૈકલ્પિક ખેલાડીઓના નામ આપવાના રહેશે. મેચ દરમિયાન કેપ્ટન તે 4 ખેલાડીઓમાંથી કોઈપણ એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કેપ્ટન 4 વૈકલ્પિક ખેલાડીઓમાંથી કોઈપણ એકને પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈપણ એક ખેલાડી સાથે બદલી શકે છે.

-બદલાયેલ ખેલાડી ફરીથી કોઈપણ સ્વરૂપે મેચમાં ભાગ લઈ શકશે નહીં. રિપ્લેસ પ્લેયરને વૈકલ્પિક ફિલ્ડર તરીકે પણ મેચમાં સામેલ કરી શકાય નહીં.

-ઈમ્પેક્ટ પ્લેયર કેપ્ટનશીપ કરી શકતો નથી.

-રિટાયર્ડ હર્ટ પ્લેયરની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર પણ બેટિંગ કરવા આવી શકે છે.

-બંને ટીમો દરેક મેચમાં ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકે છે.

-જો ટીમમાં 4 વિદેશી ખેલાડી રમતા હોય તો વિદેશી ખેલાડીનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget