WTC Points Table: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, જાણો પોઇન્ટ્સ ટેબલમાં ક્યા નંબર પર છે ટીમ ઇન્ડિયા?
ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટમાં ભારતને 9 વિકેટે હરાવ્યું છે. આ જીત બાદ કાંગારૂ ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે
India vs Australia Indore Test: ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટમાં ભારતને 9 વિકેટે હરાવ્યું છે. આ જીત બાદ કાંગારૂ ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે હવે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે છેલ્લી મેચ સુધી રાહ જોવી પડશે. ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે છેલ્લી મેચ જીતવી પડશે. નહિ તો તેણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. ચાલો જાણીએ ઈન્દોર ટેસ્ટ હાર્યા બાદ તાજેતરની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલ પોઈન્ટ્સમાં ભારત હવે કયા નંબર પર છે.
#WTC23 Final bound 🏆
— ICC (@ICC) March 3, 2023
Congratulations Australia. See you in June! 👋 pic.twitter.com/H2YdaWPzYV
ટીમ ઈન્ડિયા બીજા નંબર પર છે
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ બીજા નંબર પર છે. ભારતના 60.29 પોઈન્ટ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં ભારતે 10 ટેસ્ટ જીતી છે જ્યારે 5 મેચ હારી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા પર 5 પોઈન્ટનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો. જો ભારત ઈન્દોર ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું હોત તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થઈ ગયું હોત.
ઓસ્ટ્રેલિયા ટોચ પર
ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. કાંગારૂ ટીમના 68.52 પોઈન્ટ છે. કાંગારૂ ટીમે બીજા રાઉન્ડમા ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 11 મેચ જીતી છે જ્યારે માત્ર 3 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત 60.29 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. આ સિવાય શ્રીલંકા 53.33 પોઈન્ટ સાથે ત્રીજા, સાઉથ આફ્રિકા 52.38 પોઈન્ટ સાથે ચોથા, ઈંગ્લેન્ડ 46.97 પોઈન્ટ સાથે પાંચમા, પાકિસ્તાન 38.1 પોઈન્ટ સાથે છઠ્ઠા, વેસ્ટ ઈન્ડીઝ 37.5 પોઈન્ટ સાથે સાતમા, ન્યૂઝીલેન્ડ 27.27 પોઈન્ટ સાથે આઠમા અને બાંગ્લાદેશ 11.11 પોઈન્ટ સાથે નવમા નંબર પર અકબંધ છે.
Border-Gavaskar Trophy: ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હારના આ રહ્યા 3 કારણ
IND vs AUS 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ત્રીજા દિવસે લંચ પહેલા જ પૂરી થઈ છે. ભારતે મેચ જીતવા આપેલા 76 રનના ટાર્ગેટના ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાય થઇ ગઇ છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં વાપસી કરી લીધી છે. પ્રથમ બે ટેસ્ટ જીત્યા બાદ પણ ભારત 2-1થી આગળ છે. હવે બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.
ભારતની હારના ત્રણ મુખ્ય કારણો
1 નબળી બેટિંગઃ પ્રથમ બે ટેસ્ટમાં ટોસ હારનારા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો. રોહિતનો આ ફેંસલો ખોટો સાબિત થયો હતો. સ્પિન લેતી વિકેટ પર ભારતીય ટીમ પ્રથમ દિવસે માત્ર 33.2 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો કોઈપણ બેટ્સમેન 25 રન પણ બનાવી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 197 રન બનાવી લીડ લીધી હતી. બીજી ઈનિંગમાં પુજારાને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબુ ટકી શક્યા નહોતા અને ટીમ ઈન્ડિયા 60.3 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરમાંથી કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહોતા. જે ભારતની હારનું કારણ બન્યું.
2 એકસ્ટ્રા રનઃ 109 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 22 રન એકસ્ટ્રા આપ્યા હતા. જેમાં 5 નોબોલ હતા. જે પૈકી એક નોબલમાં લાબુશેન 0 રન પર હતો ત્યારે બોલ્ડ થયો હતો. આ બાદ તેણે 31 રનની ઈનિંગ રમી હતી.