શોધખોળ કરો

WTC ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો શરમજનક રેકોર્ડ, ઇતિહાસમાં પહેલીવાર બન્યુ આવું, જાણો

ત્રણ દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે, પરંતુ આ ફાઇનલમાં ભારતીય ટીમ માટે એક ખરાબ રેકોર્ડ પણ બની ગયો છે.

WTC Final: ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ મેદાન પર ટેસ્ટ ચેમ્પીયન બનવા માટે આમને સામને ટકરાઇ રહી છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલ મેચમાં આજે ચોથો દિવસ છે, ત્રણ દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે, પરંતુ આ ફાઇનલમાં ભારતીય ટીમ માટે એક ખરાબ રેકોર્ડ પણ બની ગયો છે. ભારતીય ટીમના ટૉપ ઓર્ડરના ધબડકા બાદ ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર શરમજનક રેકોર્ડ બન્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 469 રન બનાવ્યા બાદ બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર પાંચ વિકેટે 151 રન થઈ ગયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. જાણો ભારતના શરમજનક રેકોર્ડ વિશે.... 

ફાઇનલમાં રોહિત એન્ડ કંપનીએ બનાવ્યો શરમજનક રેકોર્ડ - 
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલ મેચમાં ત્રણ દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 71 રનના સ્કોર પર શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી સંપૂર્ણ ફ્લૉપ રહ્યા હતા. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વખત બન્યું છે કે તમામ ટોપ-4 બેટ્સમેનોએ ડબલ ફિગર પાર કર્યો પરંતુ કોઈ પણ 15 રનનો આંકડો પાર કરી શક્યું નહીં. રોહિત શર્માએ 26 બૉલમાં 15 રન, શુભમન ગીલે 15 બૉલમાં 13 રન, ચેતેશ્વર પુજારાએ 25 બૉલમાં 14 રન અને વિરાટ કોહલીએ 31 બૉલમાં 14 રન બનાવ્યા હતા. આ ટીમ ઇન્ડિયાનો શરમજનક રેકોર્ડ રહ્યો હતો. 

ટીમ ઇન્ડિયાનું કંગાળ પ્રદર્શન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બે ચોગ્ગાની મદદથી 15 રન બનાવ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આઈપીએલમાં જબરદસ્ત ફોર્મ બતાવનાર શુભમન ગિલ સ્કોટ બોલેન્ડના હાથે બોલ્ડ થયો હતો. બોલેન્ડના અંદરના બોલ પર ગિલે તેનું બેટ હવામાં ઊંચું કર્યું પરંતુ બોલ તેના સ્ટમ્પમાં ઘૂસી ગયો. ગિલે બે ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા. ગિલની જેમ પુજારા પણ અંદરના બોલને છોડવાના પ્રયાસમાં કેમેરોન ગ્રીનને મિસ કરીને સંપૂર્ણપણે બોલ્ડ થયો હતો. આ પછી મિચેલ સ્ટાર્કે ઉછળતા બોલ પર સ્લિપમાં કોહલીને સ્મિથના હાથે કેચ કરાવીને ભારતને ચોથો ઝટકો આપ્યો હતો.

સૌરવ ગાંગુલીએ ઋષભ પંતને લઈને આપ્યું મોટુ નિવેદન, જાણો શું કહ્યું ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ઓવલ ખાતે ચાલુ છે. ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી 469 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા માત્ર 296 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે કાંગારૂઓને પ્રથમ દાવના આધારે 173 રનની લીડ મળી હતી. ભારત તરફથી અજિંક્ય રહાણે અને શાર્દુલ ઠાકુરે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત અન્ય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. અજિંક્ય રહાણેએ સૌથી વધુ 89 રન બનાવ્યા હતા, જ્યારે શાર્દુલ ઠાકુરે 51 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું

'ભારતીય ટીમ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ખોટ 

આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં કોમેન્ટ્રી કરી રહેલા સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે ભારતીય ટીમ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની ખૂબ જ ખોટ મહેસૂસ કરી રહી છે. તેણે કહ્યું કે ઋષભ પંત ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે, પરંતુ તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી રહ્યો નથી, જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ રહ્યું છે. પૂર્વ ભારતીય સુકાનીના કહેવા પ્રમાણે, ભારતીય ટીમ રિષભ પંતની ખૂબ જ ખોટ મહેસૂસ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget