શોધખોળ કરો

Zaheer Khan : શું વિરાટ કોહલીએ ઝહિર ખાનની કારકિર્દી ખતમ કરી નાખી?

વર્ષ 2011ના ODI વર્લ્ડકપમાં ઝહીરે તેની બોલિંગથી ટીમને ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ તે લાંબા સમય સુધી ભારતીય ટીમની બોલિંગની આગેવાની કરતો જોવા મળ્યો હતો.

Zaheer Khan Told Virat Kohli That He Ended His Career: ઝહીર ખાનની ગણતરી ભારતીય ક્રિકેટ ઈતિહાસના મહાન ડાબોડી ફાસ્ટ બોલરોમાં થાય છે. વર્ષ 2011ના ODI વર્લ્ડકપમાં ઝહીરે તેની બોલિંગથી ટીમને ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ તે લાંબા સમય સુધી ભારતીય ટીમની બોલિંગની આગેવાની કરતો જોવા મળ્યો હતો. જોકે ઝહીર 100 ટેસ્ટ મેચ રમવામાં સફળ થઈ શક્યો નહોતો. આ અંગે મોટો ખુલાસો કરતા ઈશાંત શર્માએ કોહલીને આનું કારણ જણાવ્યું છે.

ઈશાંત શર્મા હાલમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાં જિયો સિનેમા પર કોમેન્ટેટર તરીકે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જ્યારે પૂર્વ ખેલાડી આકાશ ચોપરાએ ઈશાંતને ઝહીર ખાન 100 ટેસ્ટ મેચ ન રમવાનું કારણ પૂછ્યું તો તેણે આ માટે કોહલીને જવાબદાર ગણાવ્યો હતો.

વર્ષ 2014માં ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિશે વાત કરતા ઈશાંતે કહ્યું હતું કે, ટેસ્ટ શ્રેણી દરમિયાન એક મેચમાં કોહલીએ ઝહીરની બોલિંગ પર બ્રેન્ડન મેક્કુલમનો કેચ છોડ્યો હતો. ત્યાર બાદ મેક્કુલમે તે મેચમાં 300થી વધુ રનની ઇનિંગ રમી નાખી હતી. બીજા દિવસે લંચ પર કેચ છોડવાને લઈ વિરાટે ઝહિરની માફી માંગી હતી. તો ઝહીરે કહ્યું કે, કોઈ વાંધો નહીં, આપણે મેક્કુલમને આઉટ કરીશું. જો કે તે આઉટ જ ના થયો અને ટી બ્રેક પર કોહલીએ ફરીથી માફી માંગી હતી, ત્યારબાદ ઝહીરે ફરી એકવાર કહ્યું હતું કે, ચિંતા ના કરીશ, આપણે તેને આઉટ કરીશું.

ઈશાંત શર્માએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, જ્યારે ત્રીજા દિવસે ટી બ્રેક હતો ત્યાં સુધી મેક્કુલમ નોટઆઉટ નહોતો થયો. કોહલી ફરીથી ઝહીર પાસે માફી માંગવા ગયો અને તે સમયે ઝહીરે કહ્યું હતું કે, તમે મારી કારકિર્દી ખતમ કરી નાખી.

એ મેચ ઝહીરની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ સાબિત થઈ

ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમતા ઝહીર ખાન માટે આ છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થઈ હતી. તેણે ભારત માટે 92 ટેસ્ટ મેચ રમી અને 32.95ની એવરેજથી 311 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 11 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સાથે એક મેચમાં 10 વિકેટ લેવાની કમાલ કરી બતાવી હતી. 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ

અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ

Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડRajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી

WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ

MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું

સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!

Embed widget