શોધખોળ કરો

ઝિમ્બાબ્વેના આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ, બેન સ્ટોક્સ અને મિશેલ સેંટનરને પાછળ છોડ્યા

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓગસ્ટ મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ક્રિકેટરના નામની જાહેરાત કરી છે.

ICC Player of the Month Award Sikandar Raza: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓગસ્ટ મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ક્રિકેટરના નામની જાહેરાત કરી છે. ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાને આ એવોર્ડ મળ્યો છે. તેણે ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ અને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો.

આ પુરસ્કાર જીત્યા બાદ સિકંદર રઝાએ કહ્યું હતું કે, "આઈસીસી તરફથી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતવા બદલ હું અવિશ્વસનીય રીતે સન્માનિત થયાનું અનુભવી રહ્યો છું અને આવો એવોર્ડ જીતનાર પ્રથમ ઝિમ્બાબ્વેનો ખેલાડી હોવાનો મને આનંદ છે." તેણે આગળ કહ્યું, "હું દરેકનો આભાર માનવા માંગુ છું કે જેઓ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં મારી સાથે ડ્રેસિંગ રૂમમાં હતા. તમારા લોકો વગર આ શક્ય ન હોત." સિકંદર રઝાએ આગળ કહ્યું, "તમારી બધી પ્રાર્થનાઓ, તમારી શુભકામનાઓ માટે હું ઝિમ્બાબ્વે અને વિદેશમાંના તમામ ચાહકોનો આભાર માનવાની આ તક લેવા માંગુ છું અને હું હંમેશ માટે આભારી છું."

આ દરમિયાન સિકંદર રઝાએ વર્લ્ડ ક્લાસ ટીમો સામે ત્રણ સદી ફટકારી હતી. જમણા હાથના બેટ્સમેને મહિનાની શરૂઆત બાંગ્લાદેશ સામે અણનમ 135 રનની ઈનિંગ રમીને કરી હતી. ઝિમ્બાબ્વે વિજય માટે 304 રનનો પીછો કરતા 62 રન પર 3 વિકેટ ગુમવી હતી. ત્યાર બાદ રઝા અને સાથીદાર ઇનોસન્ટ કૈયાએ ચોથી વિકેટ માટે 192 રનની જંગી ભાગીદારી નોંધાવી હતી. રઝા બંને ઇનિંગ્સમાં આક્રમક હતો અને અંત સુધી બેટિંગ કરતા, માત્ર 109 બોલમાં 135 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સાથે ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશ સામે યાદગાર જીત નોંધાવી હતી.

આગળની મેચમાં, યજમાન ટીમ ફરી એકવાર 49/4માં 292 રનનો પીછો કરી રહી હતી ત્યારે રઝાએ ફરી એકવાર સદી (127 બોલમાં અણનમ 117) ફટકારીને ઝિમ્બાબ્વેને શ્રેણીમાં અજેય રહીને લીડ મેળવી લીધી હતી. તેણ બોલ સાથે ઝિમ્બાબ્વે માટે સારું પ્રદર્શન કરીને 10 ઓવરમાં 3 વિકેટ ઝડપીને 56 રન આપ્યા હતા.

રઝાએ ભારત સામેની અંતિમ ODIમાં પણ લક્ષ્ય લગભગ પૂર્ણ કર્યું હતું, પરંતુ અગાઉના પ્રસંગોથી વિપરીત, બીજા છેડેથી થોડો ટેકો મળ્યો હતો. 290 રનનો પીછો કરતા તે છેલ્લી ઓવર સુધી ક્રિઝ પર હતો. 95 બોલમાં 115 રન વ્યર્થ ગયા કારણ કે ભારતે છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ

Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?

Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું

for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar News: શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા બુટલેગરોની દાદાગીરીનો આરોપ.Surat News । સુરતના ઉધના વિસ્તારમાં સર્જાયો અકસ્માતSurat: પોલીસે વ્યાજખોરો સામે કરી લાલ આંખ, કાપોદ્રામાં પાંચ વ્યાજખોરોની કરી ધરપકડMahisagar News । મહીસાગરના સજ્જનપુર નજીક સર્જાયો અકસ્માત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Gir Somnath: તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા, લોકોમાં ભયનો માહોલ

Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો

Dividend Stocks: આ કંપનીઓએ રોકાણકારોના ભર્યા ખિસ્સા, તગડા ડિવિડન્ડની કરી જાહેરાત

કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

Embed widget