અશ્વિન-મિતાલી ખેલ રત્ન માટે નામિત, ધવન-કેએલ અને બુમરાહ અર્જૂન એવોર્ડ માટે.......
BCCIએ ટીમના ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન અને દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજનુ નામ પ્રતિષ્ઠિત ખેલ રત્ન (Khel Ratna) એવોર્ડ માટે ભલામણ કરી છે.
![અશ્વિન-મિતાલી ખેલ રત્ન માટે નામિત, ધવન-કેએલ અને બુમરાહ અર્જૂન એવોર્ડ માટે....... cricketer ashwin and mithali raj nominated for khel ratna award, know here list અશ્વિન-મિતાલી ખેલ રત્ન માટે નામિત, ધવન-કેએલ અને બુમરાહ અર્જૂન એવોર્ડ માટે.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/30/4da0b802521a1b9549d0f11881886426_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉ બોર્ડ (BCCI)એ ટીમના ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) અને દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj)નુ નામ પ્રતિષ્ઠિત ખેલ રત્ન (Khel Ratna) એવોર્ડ માટે ભલામણ કરી છે. ભારતીય બોર્ડે અર્જૂન પુરસ્કાર (Arjuna Award) માટે શિખર ધવન (Shikhar Dhawan), કેએલ રાહુલ (KL Rahul) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ના નામ પણ ભલામણ કર્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, બીસીસીઆઇ સુત્રએ કહ્યું - અમારી વચ્ચે લાંબી ચર્ચા થઇ અને ખેલ રત્ન માટે અશ્વિન અને મહિલા ટેસ્ટ-વનડે કેપ્ટન મિતાલી રાજનુ નમ મોકલવાનો ફેંસલો કરવામાં આવ્યો. અમે અર્જૂન એવોર્ડ માટે ફરીથી શિખર ધવનની ભલામણ કરી રહ્યાં છીએ, જ્યારે અમે આ એવોર્ડ માટે કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહના નામ પણ આપ્યા છે.
રમત મંત્રાલયએ રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો માટે નામાંકન મોકલવાની સમય સીમા એક અઠવાડિયા સુધી લંબાવીને પાંચ જુલાઇ સુધી કરી દીધી છે. રાષ્ટ્રીય ખેલ મહાસંઘોને પહેલા 28 જુન સુધી નામાંકન મોકલવાનુ હતુ. રમત મંત્રાલયે એક સર્ક્યૂલરમાં કહ્યું- નામાંકન ભરવાની છેલ્લી તારીખ 28 જૂન, 2021 થી લંબાનીને પાંચ જુલાઇ 2021 કરી દેવામાં આવી છે. ટેનિસ, બૉક્સિંગ, અને કુશ્તી સહિત કેટલાય એનએસએફ નામાંકન મોકલી ચૂક્યા છે, જ્યારે બીસીસીઆઇ થોડાક દિવસોમાં મોકલશે. ઓડિશા સરકારે ખેલ રત્ન પુરસ્કાર માટે દુતી ચંદનુ નામ મોકલ્યુ છે.
મંત્રાલયના અધિકારીક નિવેદન અનુસાર, પાત્ર ખેલાડીઓ/કોચો/સંસ્થાઓ/ વિશ્વવિદ્યાલયોમાંથી નામાંકનો/આવેદનો પુરસ્કાર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, અને તેમને ઇ-મેઇલ કરવાનો હતો. એક અભૂતપૂર્વ પગલા અંતર્ગત છેલ્લાં પાંચ ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. મનિકા બત્રા, રોહિત શર્મા, વિનેશ ફોગાટ, રાની રામપાલ અે મરિયપ્પન ફંગાવેલુને ગયા વર્ષે ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભારતીય રમતોના ઇતિહાસમાં પહેલીવાર હતુ કે એક વર્ષમાં પાંચ ભારતીય એથ્લિટોને ખેલ રત્નથી સન્નામિત કરવામાં આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)