ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની YouTube ચેેનલના બે દિવસમાં થયા 28 મિલિયન સબ્સક્રાઇબર, આટલા મળ્યા વ્યૂ
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ YouTube પર આવીને નવો રેકોર્ડ બનાવ્યો છે
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ YouTube પર આવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વ વિખ્યાત પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં સાઉદી પ્રો લીગ ક્લબ અલ નાસરની કેપ્ટનશીપ કરી રહ્યો છે. બુધવાર એટલે કે 21મી ઓગસ્ટે રોનાલ્ડોએ યુટ્યુબ પર પોતાની ચેનલ બનાવી. આ પછી જ તે ચર્ચામાં આવ્યો હતો.
🚨 Cristiano Ronaldo has now reached 𝟐𝟖 𝐦𝐢𝐥𝐥𝐢𝐨𝐧 subscribers on YouTube in 2 days. pic.twitter.com/XbccujO1TO
— TCR. (@TeamCRonaldo) August 23, 2024
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુટ્યુબ પર આવતાની સાથે જ હલચલ મચાવી દીધી છે. તેણે ચાહકો સાથે જોડાવા માટે તાજેતરમાં તેની પ્રથમ સત્તાવાર YouTube ચેનલ - 'UR Cristiano' ની જાહેરાત કરી હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની યુટ્યુબ ચેનલ 'યુઆર ક્રિસ્ટિયાનો'એ 21 ઓગસ્ટે વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું અને અલ-નાસર સ્ટ્રાઈકરે પણ તેના સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. આ સમય દરમિયાન, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની યુટ્યુબ ચેનલે માત્ર બે દિવસમાં 28 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે અને ઘણા રેકોર્ડ તોડ્યા છે. અત્યાર સુધીમાં રોનાલ્ડોએ શેર કરેલા 19 વીડિયોને 121 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
90 મિનિટમાં 10 લાખથી વધુ એટલે કે 1.69 મિલિયન ફોલોઅર્સે રોનાલ્ડોની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લીધી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. એટલું જ નહીં આગામી 24 કલાકમાં રોનાલ્ડોની ચેનલે વધુ એક રેકોર્ડ તોડ્યો છે. તેની ચેનલને 24 કલાકમાં 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મળ્યા હતા.
કાઈલી જેનરે સોશિયલ મીડિયા પર એક સાથે ફેમ અને બદનામ બંને જોયા છે. જોકે, કાઈલીએ માત્ર 20 વર્ષની ઉંમરે માતા બનવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે વર્ષ 2018માં પ્રથમ દીકરીને જન્મ આપ્યો હતો. આ પોસ્ટ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને લગભગ 18 મિલિયન લાઈક્સ મળી છે. આ એક રેકોર્ડ હતો.
જો કે, કાઈલીને પાછળ છોડીને બિયોન્સે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે એક ઈંડાની તસવીર પોસ્ટ કરી. જેણે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને 61 મિલિયન લાઈક્સ મળી હતી.