શોધખોળ કરો
Advertisement
IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, પ્લે ઓફની રેસમાંથી થઈ શકે છે બહાર
આઈપીએલ 2020ના 41માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 વિકેટથી હાર આપી. આ હાર સાથે ચેન્નઈની પ્લે ઓફમાં ક્વોલીફાઈ કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
આઈપીએલ 2020ના 41માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 વિકેટથી હાર આપી. આ હાર સાથે ચેન્નઈની પ્લે ઓફમાં ક્વોલીફાઈ કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. જો આવું થશે તો આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત થશે કે ચેન્નઈની ટીમ પ્લે ઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેશે. આ પહેલા આઈપીએલની દરેક સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે પ્લે ઓફમાં સ્થાન બનાવ્યું છે.
શારજાહમાં રમાયેલી મુકાબલામાં ચેન્નઈએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 114 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 12.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો.
આઈપીએલના 13 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે ચેન્નઈ સુપર કિંગ્સે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હોય. મુંબઈએ આ મેચ 46 બોલ પહેલા જ જીતી લીધી હતી. બોલ બાલી રહેવાના હિસાબથી પણ આ ચેન્નઈની સૌથી મોટી હાર છે.
આ વખતે ચેન્નઈનું પ્રદર્શ ખૂબ જ નિરાજનનક રહ્યું છે. આઈપીએલમાં 8 મેચમાં હાર બાદ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયું છે. ચેન્નઈ સાથે રમાયેલી મેચમાં જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાં અત્યાર સુધી 3 વખત વિજેતા અને પાંચ વખત રનર્સઅપ રહ્યું છે. આ વખતે 11 મેચમાં 3 મેચમાં જીત અને 8 મેચમાં હાર સાથે તેના 6 પોઈન્ટ છે. આગામી ત્રણ મેચમાં જીત મેળવી 12 પોઈન્ટ સાથે પણ તે પ્લે ઓફમાં સ્થાન બનાવવાની આશા ન કરી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion