શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, જાણો વિગત
વિલિયમસને ઈંગ્લેન્ડમાં માત્ર 17 ઈનિંગ્સમાં 1000 રન પૂરો કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા રેકોર્ડ રોહિત શર્માના નામે હતો. તેણે 18 ઈનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા.
નવી દિલ્હીઃ બર્મિંઘમ ખાતે દક્ષિણ આફ્રિક સામેની મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આપેલા 242 રનનાં વિજયી લક્ષ્યાંકનો પીછો કરતાં નિયમિત સમયાંતરે વિકેટો ગુમાવી હતી. પરંતુ કેપ્ટન કેન વિલિયમ્સને બીજો છેડો સંભાળી રાખ્યો હતો. તેણે છઠ્ઠી વિકેટ માટે ગ્રાન્ડહોમ સાથે 91 રનની ભાગીદારી બનાવીને ન્યૂઝીલેન્ડના વિજયની આશા જીવંત રાખી હતી. પરંતુ વિલિયમ્સને છેલ્લી ઓવરમાં છગ્ગો મારી ન્યૂઝીલેન્ડનો વિજય નિશ્ચિત કર્યો હતો. કિવીએ 48.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 245 રન કરતાં તેનો 4 વિકેટે વિજય થયો હતો. વિલિયમ્સને 138 બોલરમાં 106 રન કર્યા હતા.
વિલિયમસને આ દરમિયાન ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. વિલિયમસને ઈંગ્લેન્ડમાં માત્ર 17 ઈનિંગ્સમાં 1000 રન પૂરો કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા રેકોર્ડ રોહિત શર્માના નામે હતો. તેણે 18 ઈનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા.
ઈંગ્લેન્ડમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારા ખેલાડી
- કેન વિલિયમસન-ન્યૂઝીલેન્ડ-17 ઈનિંગ્સ
- રોહિત શર્મા-ભારત-18 ઈનિંગ્સ
- શિખર ધવન-ભારત-19 ઈનિંગ્સ
- વિવિયન રિચર્ડ્સ-વેસ્ટ ઈન્ડિઝ-21 ઈનિંગ્સ
- રાહુલ દ્રવિડ-ભારત-22 ઈનિંગ્સ
આ પૈકી પ્રથમ ત્રણ ખેલાડીઓએ 2019 વર્લ્ડકપમાં જ આ માઇલ સ્ટોન હાંસલ કર્યો છે.
#KaneWilliamson brings up an incredible 💯 with a six! What a knock! What a player!#CWC19 pic.twitter.com/wzLgEhc6js
— Cricket World Cup (@cricketworldcup) June 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement