CWG 2022 Live : PV સિંધુ બાદ લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ મેડલ: બંનેને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
CWG Updates: કોમનવેલ્થ ગેમ્સનો આજે અંતિમ દિવસ છે.
Background
CWG Updates: કોમનવેલ્થ ગેમ્સ 2022નો છેલ્લો દિવસ ભારત માટે ઐતિહાસિક બની શકે છે. ભારતીય હોકી ટીમ (પુરુષ) પ્રથમ વખત CWGમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી શકે છે. સોમવારે ભારત પાસે કુલ 6 ગોલ્ડ મેડલ જીતવાની તક છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ સહિત કુલ 55 મેડલ જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત પાંચમા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયા 66 ગોલ્ડ, 55 સિલ્વર અને 53 બ્રોન્ઝ સાથે 174 મેડલ જીતીને પ્રથમ ક્રમે છે. ઈંગ્લેન્ડ 55 ગોલ્ડ, 59 સિલ્વર અને 52 બ્રોન્ઝ સાથે 166 મેડલ જીતીને બીજા ક્રમે છે. કેનેડા 25 ગોલ્ડ, 31 સિલ્વર અને 34 બ્રોન્ઝ સહિત 91 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ 19 ગોલ્ડ, 13 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 48 મેડલ જીતીને ચોથા ક્રમે છે. ભારત 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મળી 55 મેડલ સાથે પાંચમા ક્રમે છે.
ભારતના મેડલ વિજેતાઓ
- 18 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, મહિલા લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન, ભાવિના (પીપી) ) , નીતુ ઘંઘાસ , અમિત પંખાલ , અલ્ધૌસ પોલ , નિખત ઝરીન , શરથ કમલ-શ્રીજા અકુલા
- 15 સિલ્વર: સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લૉન બોલ ટીમ, અબ્દુલ્લા અબોબકર, શરત અને સાથિયાન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, સાગર
- 22 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટોક્સ ટીમ , સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ ઘોષાલ-દીપિકા, કિદાંબી શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી
લક્ષ્ય સેનને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
ગોલ્ડ મેડલ જીતવા બદલ પીએમ મોદીએ લક્ષ્ય સેનને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ લખ્યું, તેણે ફાઈનલમાં શાનદાર રમત બતાવી, તે ભારતનું ગૌરવ છે.
"Elated by the accomplishment of Lakshya Sen. Congratulations on winning the Gold medal in Badminton. He’s played excellently through the CWG and showed outstanding resilience during the Finals. He is India’s pride. Best wishes to him for his future endeavours," tweeted PM Modi pic.twitter.com/3vjIb17xzN
— ANI (@ANI) August 8, 2022
પીવી સિંધુની માતાની પ્રતિક્રિયા
પીવુ સિંધુની માતાએ કહ્યું, અમે ખૂબ જ ખુશ છીએ કે સિંધુએ ગોલ્ડ જીત્યો; આપણા દેશ માટે વધુ એક મેડલ. તે ખૂબ જ મહેનત કરતી હતી. ગયા મહિને પણ તેને ગોલ્ડ મળ્યો હતો.
Hyderabad, Telangana | After PV Sindhu won Gold at #CWG22 in Women's badminton singles, her mother P Vijaya said, "We are very, very happy that Sindhu won Gold; one more medal for our country. She was working very hard. Last month as well she got a Gold (in Singapore Open)." pic.twitter.com/Fe5CTd8rIo
— ANI (@ANI) August 8, 2022





















