જણાવી દઈએ કે, કોલંબો ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ગુણાતિલકાએ બંને ઈનિંગ્સમાં શાનદાર હાફ સેન્ચુરી ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં તેણે બે મેચોમાં 161 રન બનાવ્યા હતા. જોકે, હવે તેને પોતાની આ એક ભૂલને મોટી સજા ભોગવવી પડશે.
2/4
યુવતીએ જે કેસ નોંધાવ્યો છે તેમાં ગુણાતિલકાનું નામ પણ શામેલ છે. ગુણાતિલકા રેપના કેસમાં તો આરોપી નથી પણ યુવતીના નિવેદન અનુસાર અપરાધ સમયે તે ઘટનાસ્થળે હાજર હતો. FIRમાં ગુણાતિલકાનું નામ આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરી દેવાયો છે અને હવે તેના વિરુદ્ધ તપાસ કરવામાં આવશે.
3/4
ગુણાથિલકા અને તેનો મિત્ર નોર્વેની બે મહિલાઓને રવિવારની સવારે એ હોટલમાં લઈને આવ્યા, જ્યાં શ્રીલંકન ટીમ રોકાઈ હતીય. બાદમાં એક મહિલાએ બીજી વ્યક્તિ પર રેપનો આરોપ લગાવ્યો. જે વ્યક્તિ પર આરોપ લાગ્યો છે તે લંડનનો નાગરિક છે.
4/4
નવી દિલ્હીઃ શ્રીલંકાના ટેસ્ટ ક્રિકેટર દાનુષ્કમા ગુણાથિલકાના એક મિત્ર પર નોર્વેની એક મહિલા દ્વારા હોટલના રૂમમાં રેપનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ ગુણાતિલકાને ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.