શોધખોળ કરો
એશિયા કપઃ ‘ભારતીય ટીમ સતત બે દિવસ સુધી મેચ રમશે તો કોઈ મરી નહીં જાય’, આ દિગ્ગજે કહ્યું
1/4

પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી અને હવે કોમેન્ટેટર બનેલા ડીન જોન્સે કહ્યું કે, આગામી મહિનાથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં જો ભારતીય ટીમ સતત બે મેચ રમશે તો કંઈ મરી નહીં જાય. જોન્સે કહ્યું કે, અમારા દિવસોમાં અમે અનેક વખત સતત મેચ રમતા હતા. ખેલાડી તેની ફરિયાદ કેમ કરી રહ્યા છે. તેઓ પાંચ દિવસ ટેસ્ટ મેચ રમી શકે છે. મને યાદ છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ વખતે અમે સતત 11 દિવસ સુધી મેચ રમ્યા હતા.
2/4

એશિયા કપની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને એશિયા કપ 2018 ક્વોલિફાયરની વિજેતા ટીમ રમશે.
Published at : 15 Aug 2018 07:10 AM (IST)
View More




















