શોધખોળ કરો
Advertisement
ત્રીજી વનડે અગાઉ ટીમ ઇન્ડિયાને લાગ્યો કમરતોડ ફટકો, આ બોલર ઈજાને કારણે ટીમમાંથી થયો બહાર
દીપક ચાહરનું વેસ્ટ ઈન્ડિઝ સામે કટક ખાતે રમાનારા ખરેખરીના વન ડે મુકાબલા પહેલા જ ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝમાં અત્યાર સુધી બે મેચ રમાઈ ગઈ છે, જેમાંથી એક મહેમાન ટીમ વેસ્ટ ઇન્ડિઝે જીતી છે તો બીજી મેચ મેજબાન ટીમ ભારેત જીતી છે. આ રીતે અત્યાર સુધીમાં સીરીઝ 1-1થી બરાબરી પર છે, પરંતુ નિર્ણાયક મેચ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝાટકો લાગ્યો છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર દીપક ચાહર વનડે ટીમમાંથી બહાર થઈ ગયાચે. એવામાં વિન્ડિઝ વિરદ્ધ ત્રીજી અને અંતિમ વનડેમાં તે રમી નહીં શકે. ઈજાને કારણે દીપક ચાહરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. દીપક ચાહરની જગ્યાએ ત્રીજી વન ડે મેચ માટે નવદીપ સૈનીને ટીમ ઈન્ડિયામાં શામેલ કરવામાં આવ્યો છે.
દીપક ચાહરનું વેસ્ટ ઈન્ડિઝ સામે કટક ખાતે રમાનારા ખરેખરીના વન ડે મુકાબલા પહેલા જ ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો માનવામાં આવે છે. બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વન ડે મેચ બાદ ચાહરને પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે.
ચેન્નાઈમાં રમાયેલી પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડીઝ ટીમે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. જ્યારે બુધવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે 107 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. વિઝાગ મેચ બાદ દીપક ચાહરે લોઅર બેકમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી અને ફિઝિયોએ ચાહરને આરામ કરવાની સલાહ આપી છે.
સીરીઝની ત્રીજી મેચ 22 ડિસેમ્બરના રોજ કટકમાં રમાશે. બંને ટીમો વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. આ મેચમાં જ્યાં ભારતીય ટીમના બંને ઓપનીંગ બેટ્સમેનો રોહિત શર્મા અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. તેમજ ચાઈનામેન બોલર કુલદીપ યાદવે આ મેચમાં હેટ્રિક લીધી હતી. કુલદીપ યાદવ વનડેમાં બે હેટ્રિક ઝડપનારો પહેલો ભારતીય બન્યો છે. બીજી વનડેમાં ભારતે પહેલા બેટિંગ સ્વીકારતા 50 ઓવરમાં પાંચ વિકેટના નુકશાન પર 387 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement