શોધખોળ કરો
Advertisement
ભારતના આ દિગ્ગજ બોલરે કર્યો દાવો, કહ્યું- ‘હવે ધોની ટીમ ઇન્ડિયામાં પરત નહીં ફરી શકે’
ઝારખંડ ટીમ મેનેજમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, અમને પણ ખબર નહોતી કે, ધોની અમારી સાથે પ્રેક્ટિસ કરવા માટે આવી રહ્યો છે.
મુંબઈઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ઝારખંડ રણજી ટીમની સાથે પ્રેક્ટિ કરવાનું શરૂ કર્યું. 38 વર્ષના ધોનીને બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. દોની પોતાના ભવિષ્યને લઈને ચાલતી અટકળોની વચ્ચે રાંચીમાં પોતાની ઘરેલુ ટીમના નેટ પ્રેક્ટિસ સેશન દરમિયાન હાજર હતા. આ રીતે તેણે આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ખુદને તૈયાર કરવાના પણ સંકેત આપ્યા છે.
ઝારખંડ ટીમ મેનેજમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, અમને પણ ખબર નહોતી કે, ધોની અમારી સાથે પ્રેક્ટિસ કરવા માટે આવી રહ્યો છે. આ સુખદ આશ્ચર્ય હતું. તેણે થોડો સમય માટે બેટિંગ કરી. ઝારખંડ પોતાની આગામી મેચ રાંચીમાં રવિવારથી ઉત્તરાખંડ વિરુદ્ધ રમશે. ધોનીએ 9 જુલાઈના રોજ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની હાર બાદ કોઈ મેચ રમી નથી.
આ મામલે હરભજને કહ્યું,”મને નથી લાગતુ કે તે (ધોની) ભારત માટે રમશે કારણ કે તેણે નિર્ણય લઇ લીધો હતો કે તે (2019) વર્લ્ડ કપ સુધી જ રમશે. તે આઇપીએલની તૈયારી કરી રહ્યો હશે.”
હરભજનને જ્યારે પૂંછવામાં આવ્યું કે ધોની પાસે આઇપીએલમાં સારા પ્રદર્શન બાદ ભારતની વિશ્વ કપ ટી-20માં સ્થાન બનાવવાની તક હશે તો તેમણે કહ્યું,”મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આઇપીએલમાં ધોનીનું પ્રદર્શન ખુબ જ સારૂ રહેશે. પરંતુ મને નથી લાગતું કે, જો તે આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરશે તો પણ તે ભારત માટે રમી શક્શે.”
ઉલ્લેખનિય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ વર્ષ 2019-2020 માટે ખેલાડીઓના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બોર્ડે આ કરારની યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ નથી કર્યો. આ દરમિયાન લોકો આ અંગે ધોનીના જવાબની પણ આતુરતાથી રાહ જોઈને બેઠા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement