શોધખોળ કરો
Advertisement
આ ધૂરંધર ખેલાડી IPLમાં 200 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો, જાણો વિગતે
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 200 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે.
બેંગલુરુઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 200 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે.
ધોનીએ રવિવારે રમાયેલ મેચમાં 48 બોલરમાં અણનમ 84 રન બનાવીને આ સિદ્ધી મેળવી હતી. જોકે ચેન્નઈ આ મેચ હારી ગઈ હતી. 162 રનના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી હતી.
ધોનીએ પોતાની તાબડતોડ ઈનિંગમાં ચાર ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તે અત્યાર સુધીમાં આઈપીએલમાં 203 છગ્ગા ફટકારી ચૂક્યો છે. 12મી સીઝનમાં 37 વર્ષીય ધોનીએ અત્યાર સુધી 17 છગ્ગા ફટકાર્યા છે.
રોહિત શર્મા અને સુરેશ રૈના આ યાદીમાં બીજા અને ત્રીજા નંબર પર છે. બન્ને બેટ્સમેનોએ પોતાની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી 190-190 છગ્ગા ફટકાર્યા છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલ (323 છગ્ગા)ના નામે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion