ઉલ્લેખનીય છે કે, આઇપીએલ-11 સિઝનમાં અત્યાર સુધી દિલ્હીની ટીમ 6 મેચો રમી ચૂકી છે, પણ તેમાંથી માત્ર 1માં જ જીત મેળવી શકી છે. પૉઇન્ટ ટેબલમાં પણ સૌથી નીચે આઠમાં નંબર પર છે.
3/5
ગંભીર (36 વર્ષ) ટીમના પ્રદર્શનથી નિરાશ થયો છે તેને દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે, તેની જગ્યાએ શ્રેયસ ઐય્યર (23 વર્ષ) ને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગંભીરે આ સિઝનની સેલેરી છોડી દેવાનો નિર્ણય કર્યો છે જે આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે.
4/5
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ-11 (આઇપીએલ)માં દિલ્હી ડેરડેવિલ્સના સતત ખરાબ પ્રદર્શન કેપ્ટન ગંભીર નિરાશ થયો છે, ગંભીરે આ મુદ્દે કહ્યું કે, હું દબાણ નથી ઝીલી શકતો, હું આ સિઝનનો પગાર નહીં લઉં. ઉલ્લેખનીય છે કે, ગંભીરને આ સિઝનમાં દિલ્હીની ટીમે 2.8 કરોડમાં ખરીદ્યો હતો.
5/5
આ મુદ્દે ગંભીરે કહ્યું કે, "આ મારો નિર્ણય છે, હું ટીમમાં પુરતુ યોગદાન ના આપી શક્યો, શિપનો લીડર હોવાના નાતે મને જવાબદારી લેવી પડશે, મને લાગે છે કે આ યોગ્ય સમયે છે"