શોધખોળ કરો
Advertisement
ક્રિકેટ મેચ પર સૂર્ય ગ્રહણની અસર, 2 કલાક મોડી શરૂ થશે રમત, જાણો વિગત
BCCI એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પૂરા ભારતમાં સૂર્ય ગ્રહણને જોતાં રણજી ટ્રોફીની બીજા દિવસની રમતનો સમય બદલવામાં આવ્યો છે. આ ફેંસલો ખેલાડીઓ અને મેચ અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
મુંબઈઃ આજે થનારા સૂર્યગ્રહણની અસર ક્રિકેટ મેચ પર પર જોવા મળશે. મુંબઈ અને રેલવે વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચનો બીજો દિવસ આ કારણે બે કલાક મોડો શરૂ થશે. યજમાન રાજ્ય સંઘે આ વાતની પુષ્ટિ કરી છે. રણજી ટ્રોફીની તમામ મેચ સવારે 9.30 કલાકે શરૂ થઈ જાય છે પરંતુ સૂર્યગ્રહણના કારણે હવે આ મુકાબલો બીજા દિવસે સવારે 11.30 કલાકે શરૂ થશે.
BCCI એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પૂરા ભારતમાં સૂર્ય ગ્રહણને જોતાં રણજી ટ્રોફીની બીજા દિવસની રમતનો સમય બદલવામાં આવ્યો છે. આ ફેંસલો ખેલાડીઓ અને મેચ અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ કહ્યું છે કે, રાજકોટમાં ગુરુવારના બીજા દિવસની રમત 11.30 કલાકે શરૂ થશે. આ મુકાબલો યુપી અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઇ રહ્યો છે. આ પાછળ પણ સૂર્યગ્રહણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.
મેચ દરમિયાન ખેલાડીઓ પર ગ્રહણની સંભવિત અસર અંગે વાત કરતાં ડોક્ટર બી શેટ્ટીએ જણાવ્યું, ઉઘાડી આંખે સૂર્ય ગ્રહણ જોવાથી રેટીનાને નુકસાન પહોંચી શકે છે. જ્યારે ગ્રહણ તેની ચરમસીમા પર હોય ત્યારે ખતરો વધી જાય છે. આ પ્રકારના ખતરાથી બચવા માટે મેચના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દેશના દક્ષિણ ભાગોમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના હિસ્સામાં જોઈ શકાશે. જ્યારે અન્ય રાજ્યમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ એક ખગોળિય ઘટના હશે, કારણકે આ દિવસે સૂર્ય રિંગ ઓફ ફાયર જેવો દેખાશે. ભારત ઉપરાંત પૂર્વ યુરોપ, ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકામાં પણ જોઈ શકાશે. આંશિક સૂર્ય ગ્રહણ સવારે 8.03 કલાકે શરૂ થશે અને સૂર્ય ગ્રહણ સવારે 9.24થી ચંદ્ર સૂંર્યને ઢાંકવાનું શરૂ કરશે અને પૂર્ણ સૂર્યગ્રહણ સવારે9.26 કલાકે જોવા મળશે. સવારે 11.05 કલાક સુધીમાં સૂર્ય ગ્રહણ ખતમ થઈ જશે.Start of play on Day 2 of the Ranji Trophy matches have been changed due to Solar Eclipse across India. This is done to ensure safety of the players and match officials.#RanjiTrophy @paytm
— BCCI Domestic (@BCCIdomestic) December 25, 2019
આજે જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, ‘રિંગ ઓફ ફાયર’ જેવો દેખાશે સૂર્ય
અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો શુભારંભ, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion