કેએલ રાહુલ જો ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 2 કે તેથી વધારે કેચ પકડશે તો તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ જશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ તરફથી અંતિમ ટેસ્ટ સીરિઝ રમી રહેલો એલિસ્ટર કૂક પણ અત્યાર સુધીમાં 11 કેચ પકડી ચુક્યો છે. તેની પાસે પણ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો મોકો છે.
2/6
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો ગ્રેગ ચેપલ બીજા નંબર પર છે. તેણે 1974-75ની એશિઝ સીરિઝમાં 14 કેચ પકડ્યા હતા.
3/6
રાહુલે વર્તમાન સીરિઝમાં ફીલ્ડર તરીકે અત્યાર સુધી 13 કેચ પકડી ચુક્યો છે. ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડનો ડાઇવ લગાવી કેચ પકડી તેણે દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી હતી. દ્રવિડે 2004માં ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચમાં 13 કેચ પકડ્યા હતા.
4/6
બ્રોડનો કેચ પકડવાની સાથે જ રાહુલે ઈંગ્લેન્ડના વેલી હેમડ, જૈક આઈકિન, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડર અને ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ઈયાન બોથમને પાછળ રાખી દીધા છે. આ તમામે શ્રેણીમાં 12 કેચ પકડ્યા હતા. આ ઉપરાંત ભારતીય ક્રિકેટર એકનાથ સોલ્કરે 1972-73માં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 12 કેચ પકડ્યા હતા.
5/6
ઓવલઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં બેટિંગથી ભલે કંઈ ખાસ યોગદાન આપી ન શક્યો હોય પરંતુ તેણે ફિલ્ડર તરીકે રાહુલ દ્રવિડની બરાબરી કરી લીધી છે. ઓવલમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન બ્રોડ અને બટલર 9મી વિકેટ માટે 98 રનની પાર્ટનરશિપ કરી ચુક્યા હતા ત્યારે રાહુલે દ્રવિડની ઓવરમાં બ્રોડનો હવામાં ડાઇવ લગાવી સુંદર કેચ પક્ડયો હતો. જેની સાથે તેણે એલન બોર્ડર, ઈયાન બોથમ, વેલી હેમંડ જેવા દિગ્ગજોને પણ પાછળ રાખી દીધા હતા.
6/6
કોઈપણ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જેક ગ્રેગરીના નામે છે. તેમણે 1920-21ની એશિઝ સીરિઝમાં 15 કેચ પકડ્યા હતા. જે બાદ કોઈ ખેલાડી તેમના આ રેકોર્ડને તોડી શક્યો નથી.